Tuesday, June 25, 2024
HomeGujaratગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોરબીમાં પોલીસ આવાસ અને એસ.ટી. સ્‍ટેશનનું લોકાર્પણ કર્યું

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોરબીમાં પોલીસ આવાસ અને એસ.ટી. સ્‍ટેશનનું લોકાર્પણ કર્યું

છેલ્લા 6 મહિનાથી તૈયાર થઈને લોકાર્પણની રાહ જોઈ રહેલા મોરબીના નવા બસ સ્ટેશનના લોકાર્પણનું મુહૂર્ત આખરે નીકળ્યું છે. આજ રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે રૂ. ૫૪૩ લાખથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી. સ્ટેશનનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બી કક્ષાના ૩૨ નવનિર્મિત પોલીસ આવાસોનું પણ ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી સિરામિક ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને ચર્ચાઓ કરશે. અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝના વિવિધ જગ્યાએ કરોડો રૂપિયા ફસાયેલા છે. તેમજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અલગ પોલીસ સ્ટેશન બનાવવાની સિરામિક ઉદ્યોગકારોની માંગ છે. જે બાબતે જરૂરી ચર્ચાઓ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોરબીની જનતાને સંબોધતા કહ્યું હતું કે, વર્ષો બાદ નવનિર્મિત બાદ શરૂ થયેલા નવા બસ સ્ટેન્ડમાં કચરોના નાખે તેના શપથ લો


બધાં ભેગાં મળી વ્યવસ્થા જાળવવા સહભાગી બનો. મોરબી રાજકોટનું હ્રદય છે. વાહન વ્યવહાર મંત્રી બન્યા બાદ સૌ પ્રથમ મોરબી રાજકોટને જોડતી બસની વ્યવસ્થા વધે તેમ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. 70 ઇન્ટરસિટી બસો રોજ મોરબી રાજકોટ વચ્ચે ચાલે છે. ગુજરાત સરકાર દ્વારા મોરબી રાજકોટ વચ્ચે વિદેશમાં ચાલે તેવી ૨૦ ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવે છે. તેમજ મોરબી જીલ્લાના ૫૪૩૨ વિદ્યાર્થીનીઓ અને ૬૩૪૩ વિદ્યાર્થીઓને રાજ્ય સરકારે ફ્રી પાસ આપ્યા છે. કોલેજ શાળા સુધી જવા માટે એક રૂપિયો આપવો નથી પડતો. ૮૨.૫૦ ટકા રકમ રાજ્ય સરકાર ભોગવે છે. આ વ્યવસ્થા આવનારા દિવસોમાં વધારવા જઈ રહ્યા છીએ. તેમજ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં ૩૨૧ નવી બસો મૂકવામાં આવશે. મોરબી જિલ્લામાં ટોટલ ત્રણ કંટ્રોલ રૂમ બનાવમાં આવ્યા છે. જેની દેખરોખ હેઠળ ૫૫૬ બસો રોજ અવર જવર કરે છે. જેમાં હજુ વધારો કરવામાં આવશે. અમારા ધારાસભ્યો અને સાંસદ સભ્યો જે માગ કરે તે અમે મોરબીને આપીશું. મોરબીથી ટોટલ ૭૦૪ ટ્રીપ કરવામાં આવે છે. જેમાંથી આશરે પચાસ હજાર કિમીની ટ્રીપ થાય છે. રોજીંદી એકપ્રેસ બસો 170 રૂટ પર ચાલે છે. જેમાં રોજના 32,960 લોકો મોરબીથી મુસાફરી કરે છે. અને આવનાર વર્ષોમાં આ આંકડો વધારેને વધારે વધશે

વ્યાકખોરોને ચેતવણી આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરો સામે બંડ પોકારી અને વ્યાજખોરોના દૂષણ ડામવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાંસદ, ધારાસભ્યો સહિતની ટીમો મળી વ્યાજખોરો સામે આપેલ સૂચન પરથી આખા ગુજરાતમાં અભિયાન શરુ કરવામાં આવ્યું છે. વ્યાજનું દૂષણ અનેક ગુનાઓને જનમ આપે છે. વ્યાજનું દૂષણએ નાનો મોટો ગુનો નનથીએ અનેક ગુનાઓનું બીજ છે. ગુજરાત પોલીસે કાયદાની બુક પર આ દૂષણ ખોરોને જેલ હવાલે જ નથી કર્યા મારા બહેનોને સપનાનું ઘર અપાવવાનું કામ કર્યું છે. નાની મોટી રકમની જરૂર હોય તે રકમ લીધી હોય તેના મંગલ સૂત્ર અપવવાનું કામ મોરબી પોલીસે કર્યું છે. આ લડાઇનો અંત ક્યારેય પૂર્ણ નથી થતો આ લડાઈનો અંત સામાજીક લડાઈથી પૂર્ણ થાય છે. મોરબી એસપી તેમજ રેન્જ આઇજીને ખાસ સૂચન છે કે, અઠવાડિયે જે વ્યાજખોર સામે જે અરજીઓ આવી છે. તેમાં સિનિયર અધિકારીઓ દ્વારા ધ્યાન લઇ ચિંતા ગંભીરતા પૂર્વક કરવામાં આવે.

લવ જેહાદના બનાવોને લઇ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના નાગરિકોને આજે સૂચન અને ચેતવણી આપવા આવ્યો છું. મારૂ સૂચન ખૂબ ગંભીરતા પૂર્વક સાંભળજો. પ્રેમ કરવો ગુનો નથી. પ્રેમના નામને બદનામ કરનાર સાંભળી લે. કોઈ સલીમ સુરેશના નામે મારી ભોળી દીકરીને ફસાવે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે. સલીમ સુરેશ બને કે સુરેશ સલીમ બને એ ખોટું છે. એક અરજી પર જ કડક કાર્યવાહી કરવામાં આવે બીજો ધક્કો ખવડાવવામાં નહિ આવે. મોરબી નગરજનોના સૌ નગરજનોને અપીલ છે. તમામની આ જવાબદારી છે. કોઈની આસ્થા કોઈના પ્રેમને બદનામ કરવાનો હકક કોઈને નથી. પોલીસ સમગ્ર રીતે સક્ષમ છે. અને આવી એક પણ ઘટનાને ગંભીરતા થી લેવામાં આવશે. આવી તમામ તપાસ ઊંડાણ પૂર્વક કરવામાં આવશે. પ્રેમ શબ્દને બદનામ કરનાર એક-એક લોકોએ પછી કોઈ પણ હોય તેને સમજાવવાની જવાબદારી કાયદા અને સમાજની છે અને હું કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ આપું છું. આજે વાહન વ્યવહાર મંત્રી તરીકે વાહન નો હિસાબ આપ્યો અને બીજી વારપોલીસ મંત્રી તરીકે આવીશ ત્યારે પોલીસનો હિસાબ આપીશ.તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોરબીની જનતાને સંબોધતા જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!