મોરબીમાં અદ્યતન સુવિધાઓ સાથે બનેલ નવા બસ સ્ટેન્ડ બની ગયું તેને ચાર મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે જેને લઈને અનેક વખત રજૂઆતો થઈ છે અને બે દિવસ પેહલા જ કોંગ્રેસ દ્વારા ધરાર લોકાર્પણ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જેમાં રીબીન તો કાપી ન શકાય પણ શ્રીફળ વધેરવામાં કોંગ્રેસ સ્ફડતા મળી હતી.
ત્યારે હવે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ વિડિયો જાહેર કરી ને જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી ગુરુવારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોરબી આવશે અને તેમના હાથે નવા બસ સ્ટેન્ડ નુ લોકાર્પણ કરવામાં આવશે તેમજ મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પોલીસ મથક પણ ચાલુ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવશે.