Friday, April 26, 2024
HomeGujaratપ્રામાણિક્તા;ટંકારાનાં ખેડૂતના ખાતામાં ભૂલથી જમા થયેલ 2.43 લાખનું પેમેન્ટ પરત કર્યું

પ્રામાણિક્તા;ટંકારાનાં ખેડૂતના ખાતામાં ભૂલથી જમા થયેલ 2.43 લાખનું પેમેન્ટ પરત કર્યું

ટંકારામાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચાણ કર્યા બાદ વેપારીએ ભૂલથી એકના બદલે બીજા રમેશભાઈના ખાતામાં પૈસા જમા કરી દેતા ખેડૂતે પ્રામાણિકતા દાખવી તે પૈસા પરત કરતા લોકો દ્વારા ખેડૂતની પ્રામાણિકતાને બિરદાવવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાના બે સમાન નામના ખેડૂતો ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચાણ કરવા ગયા હતા, જેમાં ટંકારાના રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આર.કે.કોર્પોરેશન નામની પેઢીમાં મગફળીનું વેચાણ કર્યું હતું. જેના રૂપિયા 1.18 લાખ વેપારીએ રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાના ખાતામા જમા કરાવી દીધા હતા.જે બાદમાં ટંકારાના ઉમિયાનગરના ખેડૂત રમેશભાઈ અંબારામભાઈ ઘેટિયાએ પણ ગોંડલ યાર્ડમાં આર.કે.કોર્પોરેશનમાં જ પોતાની મગફળીનું વેચાણ કર્યું હતું. જેના રૂપિયા 2.43 લાખનું પેમેન્ટ વેપારીએ ભૂલથી રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાના ખાતામાં જમા કરાવી દીધું હતું. બાદમાં આ અંગેની જાણ થતાં ટંકારાના રમેશભાઈએ પેઢીના વેપારી કેતનભાઈ રાજવીરને તાત્કાલિક બેંકનો ચેક આપી રકમ પરત કરી પ્રામાણિકતા દાખવતા વેપારીએ ખેડૂતનો આભાર માન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!