Wednesday, May 8, 2024
HomeGujaratમોરબીમાં રવાપર ઘુનડા રોડ પર સ્કૂલ બસ હડફેટે બાઈક ચાલક ઈજાગ્રસ્ત :...

મોરબીમાં રવાપર ઘુનડા રોડ પર સ્કૂલ બસ હડફેટે બાઈક ચાલક ઈજાગ્રસ્ત : અકસ્માત સર્જી બસ ચાલક ફરાર

મોરબી શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે સ્કૂલ બસનાં ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જેને લઈ તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે બસનો ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં રવાપર ઘુનડા રોડ પર આવેલ ગાયત્રી સ્ટોન સામે સભારાની વાડીમાં રહેતા ગોરધનભાઈ માધવજીભાઈ પરમાર પોતાની બાઈક લઈ જતા હતા. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતી GJ-36-T-2377 નંબરની સ્કુલ બસનાં ચાલકે તેમને ટક્કર મારી નિચે પછાડી દઈ ફરિયાદીને જમણા હાથના કાંડાના ભાગે તથા ડાબા હાથની કોણીથી કાંડાની વચ્ચે તથા બરડાની પાછળના ભાગે મણકામાં ફેક્ચર કરી તેમજ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. જેને કારણે ફરિયાદીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયારે બસ ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થયો હતો. જેને લઈ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી કલમ-૨૭૯,૩૩૭,૩૩૮ એમ.વી.એકટ કલમ-૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!