રિક્ષા ચાલકની ઈમાનદારીની એક ઘટના સામે આવી છે. જેમાં ગત તા. ૦૫/૦૫/૨૦૨૪ ના રોજ રોહિતભાઈ ગણવા ના પત્નીનું પાકીટ રિક્ષા ચાલક નરશીભાઈ ભીખાભાઈ વરણની રિક્ષામાં પડી ગયું હતું. જેમાં ૬,૦૦૦ રૂપિયા રોકડા તેમજ ATM કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ હતા. જે રિક્ષા ચાલકે બે ત્રણ ધક્કા ખાઈ મૂળ માલિકને પરત કર્યું હતું.
રિક્ષા ચલાવતા નરશીભાઈ ભીખાભાઈ વરણની રિક્ષામાં તા. ૫/૫/૨૦૨૪ ના રોજ રોહિતભાઈ ગણવા ના પત્નીનું પાકીટ પડી ગયું હતું. જેમાં ૬,૦૦૦ રૂપિયા રોકડા તેમજ ATM કાર્ડ હતું. જે પરત કરવા મટે રિક્ષા ચાલક ફ્લેટે ગયા હતા પરંતુ તપાસ કરતા રોહિતભાઈ મળ્યા ન હતા. ત્યારે સિક્યુરિટી ને મોબાઇલ નંબર આપી કોઈનું પાકીટ કે પૈસા ખોવાઈ ગયા તો ફોન કરે તેમ જણાવ્યું હતું છતાં કોઈનો ફોન આવ્યો ન હતો. ત્યારે રિક્ષા ચાલકે બે ત્રણ ધક્કા ફ્લેટ ખાતે ખાધાં હતા છતાં મૂળ માલિક મળ્યા ન હતા. ત્યાર બાદ ફ્લેટે ગયા ત્યારે મૂળ માલિક રોહિત ભાઈ ગ્રાઉન્ડ ફ્લોર પર મળી જતા તેમની પૂછપરછ કરી પોતે જ ખોવાયેલ મૂળ માલિકને પતિ હોવાનું નક્કી થતાં પાકીટમાં રહેલ ૬,૦૦૦ રોકડા તેમજ તેમના પત્નીનું ATM કાર્ડ સુપ્રત કરવામાં આવ્યા હતા. આમ માધ્યમ વર્ગીય રિક્ષા ચાલકની ઈમાનદારી જોઈ તમામ લોકો તેની નિષ્ઠાને આવકારી રહ્યાં છે….