Tuesday, September 17, 2024
HomeGujaratઆશા - વિકાસ અને તમામ ક્ષેત્રોને આવરી લેતું સમતોલ અને વિકાસલક્ષી બજેટ:સાંસદ...

આશા – વિકાસ અને તમામ ક્ષેત્રોને આવરી લેતું સમતોલ અને વિકાસલક્ષી બજેટ:સાંસદ વિનોદ ચાવડા

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરાયું છે. તેમણે સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. બજેટ બાદ ભાજપના નેતાઓએ મોદી 3.0ના પહેલા બજેટના વખાણ કર્યા છે. ત્યારે સાંસદ વિનોદ ચાવડા દ્વારા પણ બજેટને આવકારવામાં આવ્યો છે. અને જણાવવામાં આવ્યું હતું કે, આશા – વિકાસ અને તમામ ક્ષેત્રોને આવરી લેતું સમતોલ અને વિકાસલક્ષી બજેટ આવકાર દાયક છે.

- Advertisement -
- Advertisement -

વર્ષ ૨૦૨૪ના બજેટને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજી એ સાતમી વખત સંસદ સમક્ષ રજુ કરતા દશ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલ વિકાસ કામોનો ચિતાર રજુ કરતા જણાવ્યુ હતું કે,” પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવવામાં આવેલ છે. જેનો લાભ ૮૦ કરોડથી વધુ લોકોને પાંચ વર્ષમાં ૪ કરોડથી વધુ યુવાઓ માટે પાંચ નવી યોજનાઓ રૂ.ર લાખ કરોડના બજેટ પ્રાવધાન રોજગાર – કૌશલ્ય MSME અને મધ્યમ વર્ગ પર કેન્દ્રિત કરવામાં આવશે. ૬ કરોડ ખેડુતો માટે જમીન નોંધણી, કિશાન ક્રેડીટ કાર્ડ પાંચ રાજ્યોમાં લોન્ચ, ૪૦૦ જીલ્લામાં ડિઝિટલ ખરીફપાક સર્વે, કૃષિ ઉત્પાદક અને સમર્થન, રોજગાર અને કુશળતા ઉત્પાદન સેવાઓ, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઇંફાસ્ટ્રકચર, નૈક્સ્ટ જનરેશન સુધારા સહિત વિકસિત ભારત માટે સતત પ્રયાસોની જાહેરાત કરી હતી. શિક્ષણ લોન, PM આવાસ યોજના ૩ કરોડ નવા મકાનો, મહિલાઓ માટે ૩ લાખ કરોડની જોગવાઈ, રોજગાર સબંધીત પ્રોત્સાહન, સહ યુવાનો, મહિલાઓ કૃષિ, ગ્રીન ગ્રોથ પર સરકારનું ફોક્સ, ટુરિઝમ ને મહત્વ, કૌશલ વિકાસ યોજના માટે બજેટમાં પ્રાવધાન કરવામાં આવેલ છે. તેમજ ૧ હજાર ITI ને અપગ્રેડ, ૧ લાખ વિધાર્થી ને ઇ – વાઉચર, ૧ કરોડ ઘર માટે પી.એમ. સુર્ય ઘર મફત વીજળી, ૧૦૦ શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના, પ્રધાન મંત્રી સડક યોજનાનો ચોથો તબ્બકો શરૂ થશે. ૨૫ હજાર ગામડાઓ સડક યોજનામાં જોડાશે. MSME ગેરંટી સ્કીમ હેઠળ ૧૦૦ કરોડ સુંધીની લોન ઉપલબ્ધ મુંદ્રા લોન મર્યાદા ૧૦ લાખ થી ૨૦ લાખ થશે. દેશના પુર્વી રાજયો માટે ખાસ યોજના, ૧૨ નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવાશે. સોના – ચાંદી, મોબાઇલ ફોન, ઇમ્પોટેડ જવેલરી, વીજળી ના તાર, ઇલેક્ટ્રીક કાર, એક્સ રે મશીનો સસ્તા થશે. જ્યારે મહિલા સશક્તિકરણ, યુવા, રોજગાર સાથે વિકાસની સાથે ફુગાવા પર નિયંત્રણ માટે પરિયોજનાઓ માટે પ્રાવધાન કરેલ છે. સાંસદે બજેટ ને આવકારતા જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રીફોર્મ – પરફોર્મ અને ટ્રાન્સફોર્મ સાથે પંચામૃત વિકાસની રાહ પર ચાલી ભારત સરકારે આગામી ૨૫ વર્ષના દેશની ઉન્નતિ તરફ વિકાસ પથ કંડારેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!