Thursday, January 23, 2025
HomeGujaratમોરબી જિલ્લાના બાગાયતી ખેડૂતોને ટ્રેલીઝ- મંડપ પધ્ધતિથી શાકભાજીની ખેતી માટે સહાય અપાશે

મોરબી જિલ્લાના બાગાયતી ખેડૂતોને ટ્રેલીઝ- મંડપ પધ્ધતિથી શાકભાજીની ખેતી માટે સહાય અપાશે

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેલીઝ/ મંડપ પધ્ધતિથી શાકભાજીની ખેતી માટે સરકારના બાગાયત ખાતા દ્વારા નિયમોનુસાર વેલાવાળા શાકભાજી જેવા કે ટામેટા, ૫રવળ, દૂધી, કારેલા, ગલકા, તુરીયા, કંકોડા, ટીંડોળા, મરચા વગેરે પાકોને ટેકો આ૫વા પાકા સિમેન્ટના અને લોખંડના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી પાકા સ્ટ્રકચર બનાવે તો પ્રતિ હેક્ટર અંદાજીત ૧,૬૦,૦૦૦ ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૮૦,૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે તથા બોર્ડર ઉપર સીમેન્ટ લોખંડના ટેકા તથા વચ્ચે લાકડાવાંસના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી અર્ધ પાકા મંડપ બનાવે તો પ્રતિ હેક્ટર અંદાજીત ૮૦,૦૦૦ ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૪૦,૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે અને લાકડા/વાંસના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી કાચા મંડપ માટે પ્રતિ હેક્ટર ૫૨,૦૦૦ ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૨૬,૦૦૦બે માંથી જે ઓછુ હોય તે સહાય આપી શકાશે.

- Advertisement -
- Advertisement -

આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ ખાતેદાર દીઠ ૨ (બે) હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે અને તે માટે તા.૩૦/૦૪/૨૦૨૨ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૫,૧૮,૫૮ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!