Thursday, November 28, 2024
HomeGujaratબાગાયતદાર ખેડૂતોએ કોમ્પ્રીહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર ૩૧...

બાગાયતદાર ખેડૂતોએ કોમ્પ્રીહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર ૩૧ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી

બાગાયત ખેડૂતો બહુ વર્ષાયુ ફળઝાડ સહિત વિવિધ સહાય મેળવી શકશે

- Advertisement -
- Advertisement -

બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ થકી બાગાયત ખેડૂતોને સહાય આપવા માટે કોમ્પ્રીહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજના અમલી છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩નો લાભ પ્રાપ્ત કરવા માટે બાગાયત ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ કાર્યક્રમ હેઠળ ખેડૂતો ઓછામાં ઓછી ૨ હેક્ટર અને વધુમાં વધુ ૪ હેકટર તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળી સભાસદો ઓછામાં ઓછી ૨ હેક્ટર અને વધુમાં વધુ ૫૦ હેકટરની મર્યાદામાં બહુ વર્ષાયુ ફળઝાડ માટે સહાય તથા પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકંપોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ પૈકી ઓછા માં ઓછા બે ઘટકોમાં સહાય મળવા પાત્ર થશે. ખેડૂતોએ ૭/૧૨,૮-અ, જાતિના દાખલાની નકલ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુકની નકલ, જમીન તથા પાણી ચકાસણી રીપોર્ટ સહિતના સાધનિક કાગળો અરજી સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તથા વધુ માહિતી માટે ૦૨૮૨૨ – ૨૪૫૨૨૪૦ પર સંપર્ક કરવો તેમ મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!