Saturday, May 18, 2024
HomeGujaratમાતા પિતાએ આપણા માટે કેટલું કર્યું? હવે આપણે એમના માટે શું કરવું?:વાંચો...

માતા પિતાએ આપણા માટે કેટલું કર્યું? હવે આપણે એમના માટે શું કરવું?:વાંચો વિશેષ અહેવાલ નિલેશ જેતપરીયાની કલમે

આજના યુગમાં યુવાનો બાળકો મોબાઈલ ની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા છે ગ્રુપ માં એક બીજાને ખોટું ન લાગે તેનું સખત ધ્યાન રાખતા થઈ ગયા છે પરંતુ જેમને જન્મ આપ્યો જેમને તમારા માટે ઘણું બધું જતું કરી ને પણ તમારી પ્રગતિ માં ઉની આંચ નથી આવવા દીધી તેમના માટે હવે આપણે શું વિચારવું જોઈએ શું કરવું જોઈએ તે સમજાવતો નાનકડો સંદેશ મોરબી સિરામીક એસોસિયશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા દ્વારા લખવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જે સંદેશ તેમના શબ્દો માંજ વાંચીએ તે મુજબ આજના વર્તમાન સમયમા આપણે જેના થકી અહી પહોચ્યા છીયે અને જેમને પરસેવાના પૈસાથી જમીનો લઇ અને આપણને ભણાવ્યા ગણાવ્યા અને આપણે જયારે ધંધા મા જરૂર પડી તો તેમની જીવનમુડી તેવી જમીનો ને વેચીને આપણે ધંધા કરી શક્યા તેવા વડીલો ની વેદના ને આપણે સમજવી જ રહી ત્યારે જેમની કલમે કાયમી કંઇક લખવાની હેમ હોય તેવા કિશોરભાઇ ની ડાયરી મા આજે વાંચીને યુવાનો ને શિખ લેવાની જરૂર છે કે આપણે પણ પત્નિ, બાળકો , સાસરીયા ની સાથે જેના થકી આપણે છીયે તેવા આપણા વડિલો નુ ધ્યાન રાખીયે . વડિલો પણ સામાજીક કાર્યો મા જોડાઇને પોતાની જીંદગીને પ્રવૃતિશીલ રાખીને સમાજ અને લોકોના કામ થકી આત્મસંતોષ મેળવવા માટે પણ આગળ આવે તેવી પ્રાથઁના … (શિખ – તમે જે રીતે વડિલો સાથે રહેશો તે જોઇને તમારા બાળકો પણ તેનુ અનુકરણ કરશે પછી તે સારી બાબત હોય કે ખરાબ એટલે બાળકો ના સંસ્કારો નુ સિંચન કરવા માટે પારીવારિક સંબંધો ને મહત્વ આપવુ જોઇયે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!