સારા ભાવ ની આશાએ જીરુંનુ વાવેતર કરનાર ખેડૂતોમાં ચર્ચાએ જોર પકડ્યું મોરબી યાર્ડમાં જીરાની આવકમાં ધટાડા સાથે ૫૦૦ રૂપિયાનો ભાવ ધટાડો
જીરા બજારમાં હાજર ભાવ સતત ઘટી રહયા છે ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. જેમાં એક દિવસમા એકાદ હજારનો જીરામાં ઘટાડો જોવા મળ્યો છે સાથે માર્કેટયાર્ડમાં જીરૂની આવક પણ ધટાડો થતો જાય છે. આજના મોરબી માર્કેટ યાર્ડની વાત કરી તો આજે ૮૪૦ ક્વિન્ટલ જીરૂ આવ્યુ હતું અને મણે ૪૧૨૦ થી ૪૭૦૦ સુધી ભાવ રહા હતા જયારે ગઈ કાલે સોમવારે જીરૂની આવક ૧૪૮૦ ક્વિન્ટલ સાથે ૪૩૭૦ થી ૫૨૦૦ સુધી ભાવ હતો. જે એકજ દિવસમાં ૫૦૦ સુધી ભાવ ધટયો છે અને અમુક ખેડૂતોને ખુબ ઓછા ભાવ મળ્યાનુ જાણવા મળ્યું છે.
જીરા બજારની સ્થિતિ હાલ જો અને તો વચ્ચે ચાલી રહી છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે હાલતો મણે એક હજારની હવા અમે ખરીદી કરી છીએ સ્ટોક કરવા માટે ક્વોલિટી વાળું જીરૂ આવે તો ભાવ પણ સારો મળે. બીજા પક્ષે ડિમાન્ડ પણ ઓછી છે જો ડિમાન્ડ આવશે તો તેજી થાય એવું અનુમાન કરી રહ્યા છે બાકી બજાર છે આમાં કોઈ ના અનુમાન સાચા પડતા નથી જો અને તો ઉપર જ ચાલે છે. પરંતુ જગતતાતને કાયમ આવી સ્થિતિમાં આવી ઉભું રહેવુ પડે છે એ જગ જાહેર છે.