Sunday, October 20, 2024
HomeGujaratમાળીયા(મી)માં પડતર બંધ મકાનમાંથી વિદેશી દારૂ-બીયરનો ૮.૯૫ લાખનો જંગી જથ્થો પકડાયો

માળીયા(મી)માં પડતર બંધ મકાનમાંથી વિદેશી દારૂ-બીયરનો ૮.૯૫ લાખનો જંગી જથ્થો પકડાયો

મોરબી ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીને આધારે માળીયા(મી) ખાતે આવેલ આરોપીના પડતર બંધ મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ-બીયરની ૩,૯૩૬ બોટલ તથા ટીનનો જથ્થો તથા દારૂના જથ્થાની હેરાફેરી કરવા ઉપયોગમાં લેવામાં આવતી કાર સહીત ૧૩.૯૫ લાખનો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, માળીયા મિયાણા વાગડીયા ઝાપા મેઇન બજાર જુની એસ.બી.આઇ બેંકની બાજુમાં રહેતા ફારૂકભાઇ હબીબભાઇ જામ તેના નવા બનતા મકાનની સામેના પોતાના કબજા ભોગવટા વાળા પડતર બંઘ મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો ઉતારેલ છે. અને હાલે તે દારૂ/બીયરની હેરાફેરી કરે છે. જે હકીકત આધારે સ્ટાફ સાથે રેઇડ કરતા સ્થળ ઉપરથી અલગ અલગ બ્રાન્ડની દારૂ-બીયરની પેટીઓ નંગ ૨૫૨માં કુલ ૩,૯૩૬ નંગ બોટલ/ટીનનો કી.રૂ.૮,૯૫,૪૪૦/-નો જથ્થો તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી એસ-પ્રેસસો કાર મળી કી.રૂ. ૧૩,૯૫,૪૪૦/- નો મુદામાલ મળી આવતા માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોધાવી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!