હળવદ ધ્રાંગધ્રા ૬૪ વિધાનસભા ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ને લોકો તરફથી ખૂબ જ આવકાર મળી રહ્યો છે . ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત સામૈયું કરી સવૅત્ર આવકાર મળી રહ્યો છે.
પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમા હળવદ વેપારી મહામંડળ અને હળવદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેજનાથ મહાદેવ મંદિર ખાતે વેપારીઓ આગેવાનો, હોદેદારો સહિતના ની ઉપસ્થિતિ માં હળવદ બેઠક ઉપરથી કમળ સાથે પ્રકાશભાઈ વરમોરાને ગુજરાત વિધાનસભામાં મોકલવા માટે હળવદના વેપારીઓ દ્વારા કોલ આપવામાં આવ્યો હતો. પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે હળવદ ધ્રાંગધ્રા ૬૪ વિધાનસભા વિસ્તારના વેપારીઓ શાંતિ અને સલામતી સાથે તેના વેપાર ધંધા કરી શકે તેમજ લોકોની સુખકારીમાં વધારો થાય તે માટે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.વેપારીઓ ના વિકાસ માટે હરહંમેશ કટીબદ્ધ રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથને વધુ મજબૂત બનાવવા માટે આહવાન કર્યું હતું.