ટંકારા ટાઉન વિસ્તારમાંથી દાસ દિવસની અંદર બીજી વખત ઇસમ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી વેંચતા ઝડપાયો છે.ટંકારાના મઢવાળી શેરીમાં વેચાણ કરતા અફજલભાઈ માડકીયાને પોલીસે દસ દિવસની અંદર બીજી વખત પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરાઇ હતી.
મળતી માહિતી અનુસાર,ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ટંકારા ટાઉન વિસ્તારમાં અલગ અલગ પતંગના સ્ટોલ ચેક કરી તપાસ કરતા આરોપી અફજલભાઇ ઇબ્રાહીમભાઇ માડકીયાના કબજામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૬ કિંમત રૂ. ૯૦૦/- ના મુદ્દામાલ સાથે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા બી.એન.એસ. કલમ-૨૨૩ તથા જી.પી.એકટ કલમ-૧૩૧ મુજબ કાયદેરસની કાર્યવાહી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી અફજલભાઇ ઇબ્રાહીમભાઇ માડકીયાની ટંકારા પોલીસે દસ દિવસ અગાઉ પણ પ્રતિબંધિત ચાઈનીઝ નાઈલોન દોરીની ૫૮ ફીરકી સાથે પકડી પાડી અટક કરી હતી.જે બાદ આજે આરોપી ફરી ઝડપાતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.