મોરબી માટે ગત રવિવારનો દિવસ ગોઝારો બની ગયો હતો, જેમાં ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા, એમાં 50થી વધુ બાળકો સહિત 135 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આ દુર્ઘટનાને લઈ મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા મહત્વનું એલાન કરવામાં આવ્યું છે.
ઝૂલતા પુલ ગોઝારી દુર્ઘટનાને પગલે આગામી જશ્ન-એ-ઇદે ગોશિયાની ઉજવણીનાં જુલૂસમાં ડીજે વગાડવામાં નહિ વગાડવા મોરબી મુસ્લિમ સમાજ દ્વારા એલાન કરવામાં આવ્યું છે. તેમજ મુસ્લિમ સમાજ દ્વારા નેહરુ ગેટ ચોક ખાતે પાંચ મિનિટ મૌન પાળવામાં આવશે. આ સાથે મોરબી સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ અબ્દુલ રશીદ મિયા, હાજી મદનીમિયા બાપુએ જુલૂસમાં જોડાતા લોકોને ડીજે નહિ લાવવા એલાન કર્યું છે. ત્યારે મોરબી મુસ્લિમ સમાજે આ એલાન કરી અનોખી જ માનવતા એ જ ધર્મનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.