Sunday, October 13, 2024
HomeGujaratમોરબીના ડોકટર દંપતિનું માનવીય કાર્ય : ગરીબ પરિવારોના દર્દીઓને ફ્રી માં સારવાર...

મોરબીના ડોકટર દંપતિનું માનવીય કાર્ય : ગરીબ પરિવારોના દર્દીઓને ફ્રી માં સારવાર : દિવાળી પર પણ ફ્રી સારવાર આપી ડોક્ટરે માનવતા મહેકાવી

મોરબીમાં આંખની ગરીબો માટે મફત સારવાર : દિવાળીના તહેવારોમાં 60 થી વધુ દર્દીઓની ડોક્ટરે ફ્રીમાં સારવાર કરી : ગરીબ પરિવારના ૧૧૦૦ લોકોને ઓપરેશન ની ફ્રી સારવાર આપી માનવતા મહેકાવી

- Advertisement -
- Advertisement -

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલમાં પ્રતિષ્ઠિત ડોકટર કાતરિયા નિવૃત્ત થઈ જતા હવે મોરબી જીલ્લાના લોકોને મોતિયા માટે રાજકોટ જવું પડે છે કેમ કે સામાન્ય વર્ગના લોકોને આ મોતીયાનો ખર્ચ પોસાય તેવી સ્થિતિ હોતી નથી ત્યારે સિવિલ હોસ્પિટલમાં ડો.કાતરિયા લોકો આંખના દર્દીઓ માટે ભગવાન થી કમ નહોતા અને અચાનક જ આ સુવિધા બંધ થઈ જતાં હવે મોરબીના ખાનગી સુદીપ હોસ્પિટલના ડો.કૌશલ ચીખલીયા આગળ આવ્યા છે.મોરબીના ખાનગી સુદીપ હોસ્પિટલના ડો.કૌશલ પટેલ અને તેના પત્ની એ સાથે મળી નવા વર્ષમાં એક નવો સંકલ્પ કર્યો છે જેમાં ગરીબ પરિવાર ના દર્દીઓ ને તદ્દન ફ્રી સારવાર કરવાનો નીર્ધાર કર્યો છે અને ગરીબ પરિવાર કે જેઓ પોતાની સારવાર ખાનગી હોસ્પિટલમાં ન કરાવી શકે તેવા દર્દીઓનો દવાથી લઈને ઓપરેશન સુધીનો તમામ ખર્ચ આ ડોક્ટર દંપતી ભોગવવાનું નક્કી કર્યું છેસાથે જ આ વાતની જાહેરાત પણ કરી વધુમાં વધુ ગરીબ પરિવાર ના લોકો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી છે એટલું જ નહીં મોરબીના દિવાળી ના તહેવારોમાં જ્યારે ઇમરજન્સી સિવાય કોઈ સ્પેશ્યલ ડોક્ટર સારવાર માં નહોતા ત્યારે ડો કૌશલ પટેલ દ્વારા 95 થી વધુ દર્દીઓના ઘરે તેમજ પોતાની હોસ્પિટલ માં સ્ટાફ ન હોવા છતાં પત્ની સાથે મળી અને સારવાર કરી હતી અને એ પણ તદ્દન ફ્રી માં આ બાબતે ડો.કૌશલ ચીખલીયા એ જણાવ્યું હતું કે તેઓએ રાજસ્થાન અમદાવાદ શીતન અનેક શહેરોમાં હોસ્પિટલમાં ફરજ બજાવી છે પરંતુ કોઈક માટે કંઈક કરી છૂટવાની ભાવનાએ આ વિચાર અમલમાં મુકાવડાવ્યો છે અને સાથે જ ગરીબ પરિવાર ના દર્દીઓના આશીર્વાદ થી વધુ તેઓને કઈ જ ન જોઈતું હોવાનું પણ જણાવ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં જે લોકો પોતાની આંખની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી ન શકે તેમ હોય તેવા લોકો મોરબીની સુદીપ હોસ્પિટલ અને ડૉ.કૌશલ ચીખલીયાનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે ત્યારે આજદિન સુધીમાં ડો.કૌશલ દ્વારા ૧૧૦૦ થી વધુ ગરીબ પરિવાર ના લોકોને ફ્રી સારવાર આપી છે જે આજે પણ ચાલુ જ રાખવામા આવી છે જો ખાનગી હોસ્પિટલ ના ડોકટર આ રીતે ગરીબ પરિવારના દર્દીઓને ફ્રી માં સારવાર આપે તો કોઈ ગરીબ રૂપિયા વાંકે મોત ને ન ભેટે જે સનાતન સત્ય છે હાલ ડોકટર દંપતીની આ માનવતાભર્યા કાર્યને ઠેર ઠેર લોકો વખાણી રહ્યા છે અને મદદ માટે પણ અન્ય ડોક્ટર પણ આગળ આવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!