મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ ઈજાગ્રસ્ત વૃદ્ધની હાલત જોઈ માનવીય અભિગમ દાખવીને એમ્બ્યુલન્સની રાહ જોયા વિના તુરંત જ ઈજાગ્રસ્તને પોતાની કારમાં હોસ્પિટલ ખસેડ્યા
બનાવની મળતી વિગતો પ્રમાણે બરવાળા ગામના રહેવાસી ગણેશભાઈ હીરાભાઈ બાવરવા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ બાઈક લઈને જતા હોય ત્યારે અકસ્માતમાં તેને ઈજા પહોંચી હતી તેના બાઈકને અકસ્માત નડતા વૃદ્ધને ઈજાઓ પહોંચી હતી ત્યારે ત્યાંથી મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પસાર થઇ રહ્યા હોય જેને ઈજાગ્રસ્ત વૃદ્ધની હાલત જોઈ હતી અને તુરંત જ ઈજાગ્રસ્તને પોતાની કારમાં બેસાડી મોરબી હોસ્પિટલ ખસેડ્યા હતા રાજકીય અગ્રણીએ માનવીય અભિગમ દાખવીને એમ્બ્યુલન્સની રાહ જોયા વિના તુરંત ઈજાગ્રસ્તને પોતાની કારમાં હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યારે પરિવારે પણ રાજકીય અગ્રણીનો આભાર માન્યો હતો