Saturday, July 27, 2024
HomeGujaratમાનવતા ફરી મહેકી : અસ્થિર મગજની મહિલાનું તેના પરીવાર સાથે મિલન કરાવી...

માનવતા ફરી મહેકી : અસ્થિર મગજની મહિલાનું તેના પરીવાર સાથે મિલન કરાવી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની “SHE TEAM”

મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી સાહેબની સુચનાથી તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલા તથા પી.એસ. ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત હોય જેઓએ ફરી એક વખત માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે અને મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામેથી મળી આવેલ અસ્થિર મગજની મહિલાનું તેના પરીવાર સાથે મિલન કરાવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની “SHE TEAM” મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન નાગડાવાસ ગામના પાટીયા પાસે પહોંચતા તેઓને એક મહીલા રોડ ઉપર કઢંગ હાલતમાં બેસેલ જોવામાં આવતા તુરત જ તેની પાસે જઇ તેના નામ સરનામાં બાબતે પુછતા પોતાનું નામ લાલી હોવાનું જણાવેલ અને વિશેષ કઇ જણાવતી ન હોય જેથી મહિલા અસ્થિર મગજની હોવાનું જણાઇ આવતા તુરત જ મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી વિશ્વાસમાં લઇ અલગ અલગ શહેરો તથા જીલ્લાના નામ જણાવી પુછપરછ કરતા પોતે અમદાવાદના વટવા વિસ્તારથી વાકેફ હોય જેથી તુરત જ અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ખરાઇ કરતા જાણવા મળેલ કે, મહિલાનું પુરૂ નામ સરીતાબેન ઉર્ફે લાલીબેન જીગરભાઇ ઠાકોર (રહે.જશોદાનગર મેલડીમાનો ટેકરો રમેશભાઇની ચાલી અમદાવાદ) હોવાનું જણવા મળેલ તેમજ તેની પરીવારનો સંપર્ક થઇ જતા તેની માતા આજરોજ અમદાવાદથી આવતા મહીલા છેલ્લા એક મહિનાથી ઘરેથી જતી રહેલ હોવાનું જણાવેલ અને મહિલાને તેના માતાને સોંપી આપેલ હતી અને તેના માતા તેની દિકરીને શોધતા હોય જે મળી જતા રાહતનો શ્ર્વાસ લીધેલ હતો. આમ એક માનસિક અસ્થિર મગજની મહિલાને તેના માતા સાથે મિલન કરાવી મોરબી તાલુકા પોલીસ “SHE TEAM” માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!