માળીયા મીયાણાના વેણાસર ગામે શિકારીઓ બેફામ બન્યા છે. અજાણ્યા શિકારીઓએ નીલગાય પર બંદૂક વડે ભડાકા કર્યા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવાંમાં આવ્યો છે. તેમજ શિકારીઓ દ્વારા ભડાકા કરાતા એક નીલગાયનુ મોત થયું છે. જ્યારે એક નીલગાય ના પગમાં ગોળી વાગતાં પગ ભાંગી ગયો છે. જેને લઈ વણાસર ગ્રામ પંચાયત દ્વારા ફોરેસ્ટ ઓફિસરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણા પંથકમાં શિકારીઓ બેફામ બન્યા છે. શિકારીઓ દ્વારા વેણાસર ગામે નીલ ગાય પર બંધુક વડે ભડાકા કરી શિકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગામજનો દ્વારા પણ બંધુક વડે ભડકો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં એક નીલ ગાયનું મોત થતાં મૃતદેહ કબજે કરી ઈજાગ્રસ્ત નીલગાયને સારવારમાં ખસેડી વન વિભાગે તપાસ શરૂ કરી છે. જે બનાવ બાદ માળીયા મીયાણા પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ ગામના સરપંચ દ્વારા વન વિભાગને પત્ર લખી શિકારીઓને પકડવા લેખિત રજૂઆત કરાઈ છે.