ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ લાખોનો દારૂ પકડાય રહ્યો છે. ત્યારે દારૂને કારણે હળવદનાં ભવાની ઢોરા વિસ્તારના પરિવારનો માળો વીંખાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોય પત્નીએ દારૂ પીવાની ના પાડતા ઉશ્કેરાયેલ પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને પોતે પણ મોતને વહાલું કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં વીસીપરા વિસ્તારમાં રહેતા મંદીના યુનિશ સંધિને પતિ યુનિશ સંધિ દારૂ પીવાની ટેવ ધરાવતા હોય જેનાથી ત્રાસી જય પત્નીએ તેને દારૂ ન પીવા જણાવ્યું હતું. જે યુનિશ સંધિને સારું નહિ લગતા તે ઉશ્કેરાય ગયો હતો. અને ગઈકાલે જયારે તેઓ તેની બનેના ઘરે ખબર કાઢવા હળવદનાં ભવાની ઢોરા વિસ્તારમાં ગયા હતા, અને રાત ત્યાં જ રોકાણા હતા. ત્યારે આજે વહેલી સવારે મદીનાબેન સુતા હોય જેનો લાભ લઈ યુનિશ સંધિએ તેને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આટલું જ નહિ પત્નીની હત્યા નીપજાવ્યા બાદ આરોપી પતિએ પણ આત્મહત્યા કરી હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. યુનુસ સંધીએ પત્નીની હત્યા કરી પોતે પણ ઝેરી દવા પીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને પત્નીની હત્યાના સ્થળથી થોડે દૂર હનુમાનજી મંદિર પાસે જ પતિનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે બનાવની જાણ થતા જ હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પત્ની અને પતિ બન્નેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.