Tuesday, October 8, 2024
HomeGujaratહળવદમાં પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિ ઝડપાયો:લોખંડના પાઇપ વડે સૂતેલા યુવકની હત્યા...

હળવદમાં પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિ ઝડપાયો:લોખંડના પાઇપ વડે સૂતેલા યુવકની હત્યા નીપજાવી હોવાની કબૂલાત આપી

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં મૃતક સુખદેવ નામના મૃતક યુવકને અન્ય એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હોય જે પ્રેમ સંબંધ ની પરિણીત મહિલાને પતિને જાણ થતાં પતી એ પત્નીના પ્રેમીના ઘરે પહોંચી ફળિયામાં સુતેલી હાલતમાં રહેલા યુવકની લોખંડના પાઇપ વડે ઘા મારી હત્યા નિપજાવી હતી જે હત્યા નિપજાવનાર આરોપીની હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના પંચમુખી ઢોરામાં છેલ્લા એકાદ મહિનાથી આરોપી ભરતભાઈ બાબુભાઈ દેવીપુજક તેની પત્નિ સાથે રહેતા હોય અને તેઓના ઘરની સામે રહેતા મૃત્યુ પામનાર સુખદેવભાઈ ઉફે સુખા કાળુભાઈ ઝીઝુવાડીયાને આરોપીની પત્નિ સાથે પ્રેમસંબંધ હતો જે સંબંધની આરોપી ભરત ને જાણ થતા આરોપીએ તા.૦૭/૧૦/૨૦૨૪ ના રાતના સમયગાળામાં સુખદેવભાઈ તેના ઘરના ફરીયામાં ખાટલામાં સુતો હતો ત્યારે આરોપીએ સુખદેવના ઘરના ફળીયામાં જઈ મારી નાખવાના ઈરાદે સુખદેવના માથાના ભાગે લોખંડની પાઈપ વડે જોરથી મારી માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી મોત નિપજાવી ભાગી ગયો હતો.જે બાદ પોલીસે બનાવ સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ.અર્થે ખસેડયો હતો.તેમજ આ મામલે મૃત્યુ પામનાર સુખદેવના પિતા કાળુભાઈ ધીરૂભાઈ ઝીઝુવાડીયાએ હળવદ પોલીસ ને ફરીયાદ આપતા પોલીસે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.અને તપાસ દરમિયાન હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તેમજ એલ.સી.બી.મોરબીની ટીમ એમ સંયુક્ત રીતે ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક હસ્તગત કરવા કામગીરી કરતા હતા ત્યારે આરોપી ભરતભાઈ ઉફે ભોથો બાબુભાઈ ચોવીશીયાની ધરપકડ કરવામાં આવી હતી અને આ હત્યા તેને જ કરી હોવાની કબૂલાત આપી હતી.તેમજ પોલીસે આરોપીને સાથે લઈ જઈ સમગ્ર ઘટનાની રિકન્સટ્રકશન કરાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!