મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આઇકોન સીરામીકમાં લેબર કવાટર્સમાં બે દિવસ પૂર્વે થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા હત્યારા પતિની અટકાયત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પતિએ પત્નીના ચારીત્ર બાબતે ખોટી શંકા કરી હથીયાર વડે માથામાં તથા મોઢા પર ધા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૪/૦૯/૨૦૨૫ ના રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક હત્યાની ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબીમાં મોરબી ઘુટુ રોડ આઇકોન સીરામીક કારખાનાના લેબર કવાટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના બીંદાબેન કાનાભાઇ ઉર્ફે પ્યારસિંગ બારેલા પર તેના પતિ કાનાભાઇ ઉર્ફે પ્યારસિંગે ચારીત્ર બાબતે ખોટી શંકા કુંશકા કરી હથીયાર વડે માથામાં તથા મોઢા પર ધા કરી હત્યા કરી હતી. ત્યારે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સર્વેલન્સ ટીમએ ટેકનીકલ વર્ક તથા હ્યુમનસોર્સથી ખુનના ગુન્હામા સંડોવાયેલ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.