વાંકાનેરમાં ચા બનાવી આપવા જેવી સામાન્ય બાબતે પતિએ પત્ની સાથે બોલાચાલી કરી ગાળો આપી ઝપાઝપી કરીને માર માર્યો હતો. પત્નીની ફરિયાદ આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
વાંકાનેર શહેરના મત્રી સોસાયટી વિસ્તારમાં રહેતા જોશનાબેન અશોકભાઈ ભીખાભાઇ રાઠોડે પોતાના પતિ અશોકભાઈ ભીખાભાઇ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, તા.૧૯ માર્ચના રોજ ચા બનાવવાની બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમ્યાન પતિએ ગાળો આપી ઝપાઝપી કરી પત્નીને શરીર અને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. બનાવ બાદ જોશનાબેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









