Thursday, January 16, 2025
HomeGujaratમોરબીના વિશિપરામાં પત્નીની હત્યા નિપજાવતો શંકાશીલ પતી:આરોપી પોલીસના હાથવેંતમાં

મોરબીના વિશિપરામાં પત્નીની હત્યા નિપજાવતો શંકાશીલ પતી:આરોપી પોલીસના હાથવેંતમાં

મોરબીના વીસીપરા નજીક આવેલ ખાડા વિસ્તારમાં રહેતા હલીમાબ અનવરભાઈ શેખ જાતે ફકીર ૨૪ નામની મહિલાને ગઇકાલ રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલ તેનો પતિ અનવર શેખ લઈ આવ્યો હતો જેમાં હાજર ડોક્ટરે મહિલાનું મોત નિપજી ચૂક્યું હોવાનું જાહેર કરી મોરબી શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જેમાં પોલીસ ની પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા થઈ હોવાનું શરીર પરના ઇજાના નિશાન જોતા જાણવા.મળ્યું હતું જો કે બાદમાં મૃતક હલીમાબેનની માતા આઈસાબેન મહમદ હાસમભાઇ શેખ જાતે ફકીર ૫૦ રહે. અંજાર રેલ્વે સ્ટેશન પાસે વાળાએ પોતાના જમાઈ અને મૃતક દીકરીના હલીમાબેનના પતિ અનવરશા ખમીશા શેખ જાતે ફકીર રહે. વીસીપરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેની દીકરીને બે સંતાન છે તેમજ દીકરી હલીમાને શરીરના ભાગે ધોકા ફટકારી નિર્મમ હત્યા નિપજાવી ફરિયાદ નોંધાવી જમાઈ અનવર શેખ તેમની દીકરી હલીમાં ઉપર વારંવાર ચરિત્ર બાબતે શંકા કરતા હલીમાં અન્ય સ્થળે ચાલી ગઈ હતી જો કે બાદમાં તેના જમાઈ અનવર તેને શોધી લાવ્યો હતો બાદમાં બન્ને વચ્ચે વારંવાર માથાકૂટ ચાલતી હતી ત્યારે ગતરાત્રીના આ માથાકૂટ ચરમસીમા પહોચતા જમાઈ અનવર શેખે તેની દીકરીને માથામાં ધોકા મારી હત્યા નિપજાવી હતી બી ડીવીઝન પોલીસે આ મામલે હત્યા અને જીલ્લા કલેક્ટર ના હથિયાર ભંગના જાહેરનામા હેઠળ ગુનો નોંધી આરોપી પતિ અનવર શેખની અટકાયત કરી વિધિવત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!