હળવદ તાલુકાના રાયસંગપર ગામે મારામરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં આરોપીએ ‘રાયસંગપર ગામનો ડોન છુ મને પુછીને તમારે રોડ નુ કામ કરવાનુ’ તેમ કહી બેફામ વાણી વિલાસ આચરી ધારીયા વડે હુમલો કર્યાની આરોપી તથા તેની માતા અને પત્ની સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
હળવદના રાયસંગપર ગામે મયુરનગરના વણકરવાસમાં રહેતા દિનેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા પી.સી.સી રોડ નુ કામ મજુરો દ્વારા કરાવતા હતા આ દરમિયાન આરોપી વિનોદ ઉર્ફે ટીના કાનજીભાઈ ચૌહાણ ત્યાં ઘસી આવ્યો હતો અને ‘આ ગામનો ડોન છુ મને પુછીને તમારે રોડનુ કામ કરવાનુ’ એમ કહી દિનેશભાઈ સાથે જીભાજોડી કરી હતી. ત્યાર બાદ
ઉશ્કેરાઈ જઈ તેના ઘરમા જઈ ઘારીયુ લઈને આવી દિનેશભાઇ પર હુમલો કર્યો હતો.જેથી ડાબા હાથની આંગળીમા તથા હાથમા મારી ફેક્ચર કરી હતી આ ઉપરાંત ધોકા વડે પણ હુમલો કર્યો હતો.વધુમાં આરોપી ટીનાની માતા ખીમીબેન કાનજીભાઈ ચૌહાણ અને પત્ની દયાબેનને પણ હુમલો કાર્યની દિનેશ ભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.