Thursday, November 28, 2024
HomeGujarat"દુકાને આવુ છુ. જયલો કોણ છે તે બતાવી દવ" ઉછીના રૂપિયા ન...

“દુકાને આવુ છુ. જયલો કોણ છે તે બતાવી દવ” ઉછીના રૂપિયા ન મળતા ઈસમની લુખ્ખાગીરી

મોરબીમાં લુખ્ખા તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે હળવદમાં એક ઈસમે યુવક પાસે ઉછીના પૈસા માંગેલ અને પૈસા ન આપતા ઉશ્કેરાયેલ ઈસમે યુવકની દુકાનમાં તોડફોડ કરી યુવક પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદનાં અજીતગઢ ખાતે રહેતા હરેશભાઇ પ્રેમજીભાઇ અગોલા નામના યુવકની દુકાને આવી જયેશભાઇ હરીભાઇ ડાંગર નામના ઈસમે ઉછીના પૈસા માંગેલ અને પૈસા ન આપતા જતા રહેલ ફરીવાર આરોપી ફરીયાદીની દુકાન પાસે આવેલ બોલાચાલી કરી સાહેદ રાજેશભાઇએ સમજાવતા એકદમ ઉશકેરાય જઇ દુકાના પાઇપ તથા કાચના બોકસને નુકશાન કરેલ બાદ ફરીને ફોન કરી જણાવેલ કે દુકાને આવુ છુ. જયલો કોણ છે તે બતાવી દવ તેમ બોલી ધમકી આપેલ અને થોડીવારમાં આરોપી દુકાન પાસે આવી સાહેદ સાથે જપા જપી કરી પાઇપથી સાહેદ ભુંદરભાઇને ડાબા હાથના અગુંઠામાં મારી ફેકચરની ઇજા કરી જતો રહેલ અને રાત્રીના ફરીયાદીને ફોન કરી દુકાને આવ તને તથા તારા પરીવારને જોઇ લેવા છે. બધાય પરીણામ ભોંગવા તૈયાર રહેજો તેમ ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ફરિયાદનાં પગલે પોલીસે આરોપીની અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!