Sunday, September 8, 2024
HomeGujarat૨૫ લાખ નહિ મોકલ તો તને અને તારા પરિવારને મારી નાખીશ :...

૨૫ લાખ નહિ મોકલ તો તને અને તારા પરિવારને મારી નાખીશ : મોરબીના ઉધોગકારને ખંડણીની ધમકી

બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપી રીવોલ્વર તથા કાર્ટીઝનો વિડીયો મુકી મૃત્યુનો ભય બતાવતા અંતે ઉધોગપતિએ ફરિયાદ નોંધાવી

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીના ઉધોગપતિને બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપી રીવોલ્વર તથા કાર્ટીઝનો વિડીયો મુકી મૃત્યુનો ભય બતાવી અને ૨૫ લાખ નહિ મોકલ તો તને અને તારા પરિવારને મારી નાખીશ તેવી ખંડણીની ધમકી આપી હતી.આથી ઉધોગપતિએ હાલ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અનિલભાઇ વલ્લભભાઇ કગથરા (ઉ.વ. ૩૭ ધંધો-વેપાર રહે. રાધાપાર્ક સોસાયટી, નાનીવાવડીરોડ, મોરબી મુળ ગામ કાંન્તીપુર)વાળાએ આરોપી તરીકે મોબાઇલ નંબર, +1(425)606-4366, SBI બેન્ક ના એકાઉન્ટ નંબર 20421021127, IFSC-SBI0000190 તથા PAYTM. CHANDAN KUMAR 7766946803 ઉપયોગ કરનાર તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ કે, આરોપીએ લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપી મોબાઇલ નંબર +1(425)606-4366 ઉપર થી ફરીયાદીના મોબાઇલ વોટસએપમાં વોટસએપ ઉપર ઓડીયો, વિડીયો મેસેજ તથા વોટસએપ ઓડીયો કોલ્સ દ્વારા ફરીયાદીને ડરાવી ધમકાવી બળજબરીથી રૂપિયા ૨૫ લાખ કઢાવી લેવાની માંગણી કરી એસ.બી.આઇ બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે.તથા ફોન પે. ઉપર રૂપિયા મોકલી આપવા અને જો રૂપિયા ૨૫ લાખ નહી આપેતો ફરીયાદી તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના મોબાઇલમાં રીવોલ્વર તથા કાર્ટીઝનો વિડીયો મુકી મૃત્યુનો ભય બતાવી રૂપિયા તરત જ મોકલવા દબાણ કરેલ હતું. આથી પોલીસે આ બનાવની તપાસ હાથ ધરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબી સિંગર સીધું મુસેવાલાની હત્યા કરનાર તેમજ ખંડણી માટે કુખ્યાત અને સલમાન ખાન ને પણ મારી નખવની ધમકી આપી ચૂકેલી લોરેન્સ બિશનોઈ ગેંગ દ્વારા મોરબી ઉધોગપતિને ખંડણીની ધમકી મળી છે કે કોઈ આ ગેંગનું નામ લઈ ડરાવી ધમકાવીને ખંડણી માંગી રહેલ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!