કેન્દ્ર સરકાર મહિલા અને બાળવિકાસ મંત્રાલય દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ જનઆંદોલન માટે “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણી કરાય છે. જે અંતર્ગત આજરોજ ICDS ઘટક ટંકારા દ્વારા ટંકારાના કુલ 9 આરોગ્ય કેન્દ્રનો સંયુક્ત રીતે પોષણ માસનો ઘટક કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભારત સરકારના પરિપત્ર મુજબ દર વર્ષે સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાનું સૂચનને ધ્યાને લઈ ટંકારા બાલ વિકાસ યોજના દ્વારા તા.1 થી 30 સપ્ટેમ્બર સુધી ટંકારાની દરેક આંગણવાડી પર નિયત થયેલ થીમ મુજબ ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસનાં ભાગરૂપે આજ રોજ ટંકારા-3 આરોગ્ય કેન્દ્ર પર પોષણ લગત અધિકારીઓ દ્વારા લાભાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં ટંકારા ICDS વિભાગ CDPO ભાવનાબેન, મુખ્ય સેવિકા હંશાબેન, આરોગ્ય વિભાગ સ્ટાફ, મહિલા અને બાલ વિભાગ, પોલીસ વિભાગ તેમજ આરોગ્ય વર્કર્સ હાજર રહ્યા હતા.