ગુજરાતના જુદા જુદા ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દેવા માફીનો લાભ આપવામાં આવતો નથી. ત્યારે વિવિધ સંગઠનો દ્વારા ચર્ચા વિચારણા કરી અન્ય રાજ્યોમાં ખેડૂતોને દેવું માફીનો લાભ મળે તો ગુજરાતમાં કેમ નહિ?તેવા સવાલો સાથે મોરબી જિલ્લામાં ખેડૂતોએ ધિરાણ માફી ફોર્મ ભરવાની શરૂઆત કરી છે.જે ફોર્મ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભરવાની શરૂઆત કરવામાં આવશે તેમ કે.ડી.બાવરવા એ જણાવ્યું હતું.
ગુજરાત પ્રદેશના જુદા જુદા ખેડૂત સંગઠનોની સંયુક્ત મીટીંગમાં ચર્ચા વિચારણા બાદ અન્ય રાજ્યોમાં સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતના ખેડૂતોના દેવા માફી કેમ નહી ? તેવા મુદ્દા સાથે ખેડૂતોએ ચર્ચા કરી હતી. એક તરફ ગુજરાતના ખેડૂતોને પાક વીમાના લાભો પણ મળતાં નથી. અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી. તેમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના વાવેલા પાક્કો નિષ્ફળ ગયા હોવાથી ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધા હોવાથી ખેડૂતોનો હાલત કફોડી બની છે. ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો પાક ધિરાણને દેવા માફીમાં ગણી ધિરાણ માફ કરવા માટે અરજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને તા. ૦૯/૧૨/૨૦૨૪ ના રોજ મોટા ભેલા ગામેથી ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કાન્તિલાલ ડી. બાવરવા પ્રમુખ શ્રી રાજીવ ગાંધી પંચાયતી રાજ, ગુજરાત પ્રદેશ, ડો. લખમણભાઈ કણઝારીયા મહામંત્રી R.G.P.R.S, મુળુભાઈ ગોહેલ સરપંચ પ્રતિનિધિ મોટા ભેલા તેમજ મોટી સંખ્યામાં ગામના ખેડૂતોએ ઉપસ્થિત રહીને અરજીઓ કરી હતી. તેમજ દરરોજ કોઈને કોઈ ગામનો પ્રવાસ કરીને ખેડૂતોની અરજીઓ કરવાનું કામ ચાલુ રેહેશે તેવું કે.ડી. બાવરવા દ્વારા જણાવવામાં આવ્યું છે.