મોરબીમાં જિલ્લો બન્યા બાદ અનેક સુવિધાઓથી વંચિત છે ત્યારે વર્ષોથી લગડ ધગડ ખાતું રહી ચુકેલું એસટી તંત્ર હાલ પણ સુવિધાઓમાં શૂન્ય ની જ ડાયરીમાં નામ ધરાવે છે.જેમાં મોરબી જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોરબી શહેરમાં અનેક સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ ભણવા આવે છે અને અપડાઉન કરે છે ત્યારે બસ સ્ટેન્ડ પર બસ તો આવે છે પણ સમયે ઉપડતી નથી જેને લઈને ” સલામત સવારી એસટી અમારી મોડી પહોંચે તો જવાબદારી તમારી ” આ ઉક્તિ સાર્થક થતી નજરે પડી રહી છે ત્યારે આ મામલે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર એસટી બસ જે તે ગામના સ્ટોપ પર સમય પર આવી જાય છે પરંતુ એક વાગ્યાની બસ ચાર વાગ્યે કર્મચારીઓ દ્વારા રવાના કરાય છે જેને લઈને આખો દિવસના થાકેલા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે સાથે સાથે એ સમયે એટલે કે ચાર વાગ્યે ઉપડનાર બસ સમયે આવતી નથી જેના લીધે ઘેટાં બકરાની જેમ પસેન્જરોને ભરવામાં આવે છે કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સ માટે સરકાર દ્વારા પ્રયોજનો કરી તહેવારોમાં પણ રોક લગાવવામાં આવે છે ત્યારે એસટી વિભાગ દ્વારા આ આજ પરિપત્રનો ખુલ્લેઆમ ઉલાળિયો થાય છે જે અત્યંત ક્ષોભજનક બાબત ગણાય છે.
આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત ડેપો મેનેજરને પણ રજુઆતો કરી છે આમ છતાં પ્રશ્ન ઠેર ને ઠેર છે અને કોઈ નિરાકરણ કાઢવામાં આવ્યું નથી ત્યારે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે હેરાન થતા વિદ્યાર્થીઓને એસટી તંત્ર દ્વારા થતી હેરાનગતિ કેટલી હદે યોગ્ય છે શું આ કર્મચારીઓના પુત્રો પુત્રી અભ્યાસ નહિ કરતા હોય ? આવા અનેક સવાલો હાલ એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં નથી આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા આ તમામ એસટી સમયે આવી અને રવાના થાય તેવી માંગ કરી છે જો એસટી વિભાગ દ્વારા આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો વિદ્યાર્થીઓ દ્વારા એસટી તંત્ર સામે બળવો પોકારવાની તૈયારી પણ બતાવી છે.