Thursday, May 9, 2024
HomeGujaratએ જોજો રાજકીય આગેવાનો ના નેતાઓને નો પકડતા બદલી થઈ જશે લોકોમાં...

એ જોજો રાજકીય આગેવાનો ના નેતાઓને નો પકડતા બદલી થઈ જશે લોકોમાં ચર્ચા !!! હળવદ માં ટોક ઓફ ધ ટાઉન : શું ખાખી પર ખાદી પડી ભારે ???

હળવદમાં ડર્ટી પોલિટિકસ ફરી છવાયું : પોલીસ નું મોરલ તોડવામાં રાજકારણીઓ ફરી ફાવી ગયા : જુગારીઓને ના છોડતા પીઆઈ નો ખેલ પાડી દેવાયો હોવાની ચર્ચા : શું કાયદા કરતા મોટા રાજકારણીઓ ? ખાખી પર ખાદી ભારે પડી હોય તેવો માહોલ હળવદમાં પીઆઈ ની બદલીમાં જોવા મળી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણીઓનું ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કોંગ્રેસના સમયમાં અધિકારી રાજ હતું પરંતુ સમય બદલાયો સત્તા બદલાઈ જતા હવે અધિકારીઓ પણ રાજકારણીઓ ની કઠપૂતળી બનવું ફરજીયાત થઈ ગયું છે. જો કે ખાખી પર ખાદી ભારે પડી હોય તેમ પીઆઈ ની બદલી કરી દેવામાં આવી છે પરંતુ એક વાત ચોક્કસ થી છે કે એક કર્તવ્ય નિષ્ઠ પીઆઈ થી હળવદ ના રાજકારણીઓ અકળાઈ ગયા અને ત્વરિત બદલી માટે દોડવા માંડ્યા ક્યાંક કાયદાનો ડર છે તો ક્યાંક ખાદી નો પાવર..

મોરબીમાં છેલ્લા કેટલાક સમય થી એક પછી એક નવા નવા નુસખા કરી રાજકીય આગેવાની પોતાની જાત ને તિસ્માર ખાન સમજવા માંડ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને તેની સામે ક્લાસ વન અધિકારીઓ એટલે કે રાત દિવસ મહેનત કરીને એશિયા ની સૌથી ટફ પરીક્ષા ગણવામાં આવતી યુપીએસસી ક્રેક કરી લોકો માટે મદદ કરવા નું સપનું લઈને આવતા અધિકારીઓ પણ બિચારાની સ્થિતિમાં જોવા મળી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.અધિકારીઓ જાણે સત્યને સાથ આપવાની ઈચ્છા થતાં આપી ના શકતા હોય તેવો ઘાટ મોરબી જીલ્લામાં હાલ છેલ્લા કેટલાક સમયથી અવકાશ માં આવ્યો છે જે અત્યંત ક્ષોભ જનક બાબત છે. જો કે મોરબી હોય કે ટંકારા,માળિયાં હોય કે વાકાનેર બધે જુદી જુદી રીતે જુદા જુદાં નેતાઓ દ્વારા જુદા જુદાં લોકોને કોઈ ને કોઈ કારણસર  ટાર્ગેટ કરવામાં આવે છે અને ખોટા સાચા ગુનાઓ પણ દાખલ કરવામાં આવેછે અને અધિકારીઓ પણ રાજકીય આકાઓનું કહ્યું કરી કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છે જો કે વ્યક્તિઓ સાચા છે કે ખોટા એ વાત કોર્ટમાં સાબિત કરવાની છે પણ તે વ્યક્તિઓ રાજકીય આગેવાનોને નમતું નથી જોખતા એટલે એ પ્રથમ દ્રષ્ટિએ ગુનેગાર છે એવો ઘાટ મોરબી જીલ્લામાં છે.

ખેર આપણે અહીંયા મોરબી ના કોઈ વ્યક્તિની નહિ પણ પોલીસ બેડામાં અને પોલીસ પરિવાર ન જ પીઆઈ કક્ષાના અધિકારી આવા રાજકીય સ્ટંટ નો ભોગ બની ગયા છે તેની વાત કરવી છે.

હા વાત છે મોરબી જીલ્લા ના હળવદ પોલીસમથકના પીઆઈ કૃણાલ મોતીભાઈ છાસિયા ની કે જેની રાતો રાત બદલી કરી લીવ રિઝર્વ એટલે કે વધારાના પીઆઈ તરીકે બદલી કરી દેવામાં આવી છે હવે આ બદલી શુકામ કરવામાં આવી એની પણ થોડી માહિતી આપને મેળવીએ છીએ.

હાલ હળવદ પંથકમાં એક પીઆઈ ની બદલીથી ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે આમ તો પોલીસ બેડામાં બદલી એટલે વિધિવત ચાલતી પરંપરા છે પરંતુ હળવદના પીઆઈ કૃણાલ છાસિયાની આ બદલી ઇતિહાસમાં નામ નોંધાય તેવી છે કેમ કે આ બદલી આરોપીઓને જામીનના આપતા રાજકીય આગેવાનોના દબાણથી કરવામાં આવી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

જેમાં ગત તા.3 સપ્ટેમ્બર ના રોજ મોરબી એલસીબી ટીમે રણમલપુર ગામે જુગારની રેડ કરી હતી જેમાં કુલ તેર આરોપીઓ જુગાર રમતા પકડાયા હતા જે પૈકી દસ હાથ માં આવ્યા બાકી ભાગી ગયા હતા પોલીસે આ દરોડા માં સાડા ચાર લાખથી વધુ ની રોકડ જપ્ત કરી હતી.જે બાદ એલસીબી ટીમ હળવદ પોલીસ મથકે ગુનો નોંધી આરોપીઓને હળવદ પોલીસને સોંપી એલસીબી ના ઉચ્ચ અધિકારીના આદેશથી ત્યાંથી રવાના થઈ ગઈ હતી .હવે વાત અહીંયાથી પતી ના હતી ટૂંકમાં વાત કરીએ તો બાદમાં આરોપીઓના રાજકીય વગ ધરાવતા સગા વહાલા આવ્યા હતા અને ત્વરિત જામીન પર છોડવા પોલીસને દબાણ કર્યું હતું જો કે હાજર પોલસીએ પીઆઈ સાહેબ ની મંજુરી વિના આગળ ના વધી શકાય તેવું કહેતા જુગારના આરોપીઓના આ સમર્થકો ઉશ્કેરાઈ અને પીઆઈ જ્યાં રોકાયા એટલે કે સર્કીટ હાઉસ ખાતે ગયા હતા અને પીઆઈ પાસે ઉઘરાણી કરતા હોય તેમ દરવાજા ખખડાવી અને તાત્કાલિક આરોપીઓ ને છોડવા માટે માંગ કરી હતી જો કે પીઆઈ છાસિયાએ જણાવ્યું હતું કે આરોપીઓ ના જામીન ખત થી લઇ તમામ કાર્યવાહી કરવામાં થોડો સમય લાગશે બાદમાં જામીન પર છોડી દઈશું પરંતુ આમ છતાં કહેવાય છે ને કે ટોળા ને અક્કલ નો હોય તેમ તેઓની માગ સાથે અભદ્ર ભાષા અને વર્તન પણ ચાલુ થઈ ગયું હતું બાદમાં પીઆઈ એ પણ પોલીસ અમલદાર અને કાયદાની ગરિમા જાળવવા જણાવી કડક વલણ અપનાવ્યું હતું જે જુગારના આરોપીઓને ખટક્યું હતું પરંતુ આ વાત તેઓને હજમ ના થઈ બીજે દિવસે આ મામલો સીધો ગાંધીનગર પહોચ્યો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં ગૃહમંત્રી સુધી આ વાત પહોંચી હતી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તપાસ બાદ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું .જો કે તહેવારોને લઈને આ રાજકીય આગેવાનો શાંત બેઠા હતા જેવો તહેવાર પૂરો થયો તુરત ફરી એક મિટિંગ યોજી પીઆઈ છાસિયા એ જાણે સમય પહેલા જામીન ના આપી ગુનો કર્યો હોય તેમ તેના પર ઠીકરું ફોડવામાં આવ્યું એને તેઓએ જ સજા મુક્કરર કરી પીઆઈ ની બદલીની માંગ સાથે રાજીનામા આપવાની ધમકી પણ આપી હતી જો એક લોકમુખે ચર્ચા મુજબ બાદમાં ગાંધીનગર સુધી ફોન જતાં એસપી ને ગૃહમંત્રી એ ફોન કરી પીઆઈ ને ત્વરિત બદલવા જણાવ્યું હતું અંતે પીઆઈ કૃણાલ છાસિયાં ની લીવ રિઝર્વ ખાતે બદલી કરી હળવદ પીઆઈ નો ચાર્જ એલસીબી પીઆઈ ને સોંપી ત્યાં જ કેમ્પ કરવા જણાવ્યું હતું ત્યારબાદ જ રજકિય આગેવાનોને સંતોષ થયો હતો.

પરંતુ એક વાત ચોક્કસ છે હળવદ ખાતે એક પણ અધિકારી છ માસ પૂર્ણ નથી કરતા કોઈ ની બદલી થાય તો કોઈ ને રાગદ્વેષ થી બદલી કરવામાં આવે છે ત્યારે આ પીઆઈ કૃણાલ છાસિયાની બદલી એ રાજકીય આગેવાનોની જીત પણ હોવાની ચર્ચાઓ હળવદમાં જોરશોરથી ચાલી રહી છે.જો આવી જ રીતે કાર્યવાહી થઈ તો કોઈ પોલીસકર્મી કે અધિકારી કામ નહિ કરી શકે જેનો સીધો ભોગ સામાન્ય પ્રજા બનશે જેમાં કોઈ શંકા ને સ્થાન નથી.

મોરબી જિલ્લા માં રાજકરણ અને રાજકીય આગેવાનો ને ખુશ કરવા વચ્ચે કાયદા વચ્ચે ન્યાય નું પડીકું વળી ગયું હોય તેમ માહોલ બનતો જાય છે જે રાજકીય આગેવાનોને પ્રજા ચુંટીને લાવે છે એ જ રાજકીય આગેવાનો પોતાના અંગત માણસો માટે ખોટી સાચી રીતે અધિકારીઓ અને પ્રજા પર પોતાનો રોફ જમાવે છે પરંતુ ન્યાય ક્યારેય પોતાનો રસ્તો ભૂલતો નથી પાંચ વર્ષ અઢી વર્ષ કે છ માસ ની ટર્મ બાદ આ સમય ફરી આવે છે અને જેનો ભોગ નેતાઓએ હારીને બનવું પડે છે.

હાલ હળવદ પંથકમાં રાજકીય આગેવાનો દ્વારા પીઆઈ ની બદલી કરવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન છે તો મોરબી પોલીસ પર પણ માછલાં ધોવાઈ રહ્યા છે સાથે સાથે આબરૂ નું ધોવાણ પણ થાય છે જે અત્યંત શરમ જનક બાબત છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!