સામાજિક કાર્યકરોએ સ્થાનિક તંત્રથી માંડીને મુખ્યમંત્રી સુધી રજુઆત કરી રોડ મુદ્દે અલટીમેટમ આપ્યું
મોરબી : મોરબી એક જમાનામાં મયુર નગરી કહેવાતુ પરંતુ આજે મોરબી જ ખાડા નગરી તરીકે ઓળખાય છે. તે હદે મોરબી જીલ્લામાં આર.એમ.બી.ની બેદરકારી દાખવી છે. તેથી આ રોડ મુદ્દે સામાજિક કાર્યકરોએ સ્થાનિક તંત્રથી માંડીને મુખ્યમંત્રી સુધી રજુઆત કરી અલટીમેટમ આપ્યું છે અને મોરબીમાં ૧૫ દિવસમાં રસ્તા રીપેરીંગ ન થાય તો તાળાબંધી કરાશે તેમ જણાવેલ છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા અશોક ખરચરીયા, જગદીશ જી. બાંભણીયાએ રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી જીલ્લાના તમામ નેશનલ હાઇવે પરના રોડ તેમજ મોરબીના શહેરી વિસ્તારના રોડ, રવાપર રોડ, નગરપાલીકા કચેરી રોડ, કલેકટર બંગલો રોડ, નવા બસ સ્ટેન્ડ શનાળા રોડ, પરા બજાર મેઇન રોડ, જેવા રોડ આર.એમ.બી. વિભાગમાં આવે છે. અને આ રોડ માટે કરોડોની ગ્રાન્ટ આવે છે. અને કયા ચાઉં થઇ જાય છે. તેની ખબર નથી અને પેટા કોન્ટ્રાકટ દઇ કામ પુરુ કરવાની જ ભાવના કરી પૈસા અને પોતાના વળતરની ટકાવારી ચાઉ કરી જાય છે. પ્રજાનું તો કાંઇ પણ જોતા જ નથી.
આટલો મસ મોટો ટેક્સ પ્રજા ભરે છે તે કયાં જાય છે તે ખબર પડતી નથી. ૨ થી ૩ માસમાં તો રોડનું લેવલીંગ જ વિખાઇ જાય છે. અને ફરીથી ગ્રાન્ટ આવે તો કામગીરી જ કરવામાં આવતી નથી. આ ઉપરાંત નવા બનાવેલ રોડ બ્રીજ પુલ તથા પોતાના વિભાગમાં આવતી ગટરો પણ સફાઇ થતી નથી ખાલી પગાર જ લઇ એસીમાં જ બેસવાનું. પુરતા એન્જીનીયરોને રાખી કયારેય રોડનું લેવલીંગ કરવામાં આવતું નથી. પોતાના ખરેખર ટકાવારીનું જ જોતા હોય છે મોરબી જીલ્લા સને-૨૦૧૩ થી બન્યો ત્યાર પછી એક પણ આર.એમ. બી. નો રોડ વ્યવસ્થિત બનેલ નથી અને વ્યવસ્થિત એક પણ કામ આર.એમ.બી.નું થયેલ નથી, થીગડા મારીને રોડનું કામ પુર્ણ કરી નાખે છે કાયદેસર તો રોડ બનતો હોય ત્યારે એક એન્જીનીયરને ફરજીયાત હાજર રાખવા જોઇએ. તેથી પાણીની લેવલ તથા પાણીના નીકાલની વ્યવસ્થા જેતે વખતે થઇ શકે. તો આ અંગે યોગ્ય પગલા લેવા પુર્ણેશ મોદીને રજુઆત કરવામાં આવે છે. તથા ધારાસભ્ય બ્રીજેશ મેરજા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરવામાં આવેલ જો દિવસ-૧૫ માં આ કામગીરી ન થઇ તો પ્રજાને સાથે રાખી તાળા બંધી કરવામાં આવશે અને મોરબીની પ્રજાને ખાડામાંથી મુકત કરી પાણીનું લેવલીંગ કરી આપવા રજુઆત કરોડો અને લાખોની ગાડીઓને નુકશાન થતુ જોવાનું નજરે પડે છે. તો આ અંગે તાત્કાલીક રોડ રીપેરીંગ કામગીરી થાય તેવી અમો સામાજીક કાર્યકરો તથા આમ જનતાની તથા વેપારી મંડળની પણ માંગણી છે.