Monday, November 18, 2024
HomeGujaratમિતાણા ઓવરબ્રિજના સર્વિસ રોડની મરામત નહિ થાય તો જીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા...

મિતાણા ઓવરબ્રિજના સર્વિસ રોડની મરામત નહિ થાય તો જીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા ચક્કજામની ચીમકી

ટ્રાફીકથી ધમધમતા રાજકોટ-મોરબી હાઇવે પર ઠેર ઠેર મરામત અને ઓવરબ્રિજની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે આ કામમાં સર્વિસ રોડ વ્યવસ્થિત ન બનાવતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ, મોરબી,કચ્છ,વાંકાનેર, જામનગર જીલ્લાને જોડતો મુખ્ય રસ્તો ટંકારાથી પસાર થાય છે જ્યા લગભગ ચારેક વર્ષથી રસ્તાને ચાર માર્ગીય કરવાનું કામ ચાલુ છે. જે ધીમી કામગીરીને પાપે રાહદારીઓ અને વાહનચાલકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. તેવામાં ગઈ કાલે મિતાણા ચોકડીએ ઓવરબ્રિજના સર્વિસ રોડ પર હેવી બોઈલર પલટી મારી જતા રીતસર ૫ કલાક સુધી સજ્જડ ટ્રાફિક જામ થઇ ગયો હતો અને હજારો વાહનો ફસાઈ ગયા હતો. જેથી જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણીએ શનિવાર સુધી ટંકારા અને મિતાણા સર્વિસ રોડ ટનાટન નહી બને તો હાઈવે પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ ચીમકીને પગલે તંત્ર દોડતું થયું છે. આ અંગે આ કામના ઈન્ચાર્જ રીટાર્યડ ઈન્જીનયર બાસિદા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મિતાણા ડાબી બાજુ જમીન સંપાદન મામલો બિચક્યો છે અને ત્યા સુધી જમણી બાજુ પર વાહન ડાયવર્ટ કરાયા છે. બે ત્રણ દિવસમાં રાજકોટ મોરબી રોડ પરના ત્રણેય ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર પેચવર્ક કરી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!