Sunday, May 5, 2024
HomeGujaratરફાળેશ્વર ખાતેથી દારૂના ગુન્હાનો ફરાર આરોપી ઝડપાયો

રફાળેશ્વર ખાતેથી દારૂના ગુન્હાનો ફરાર આરોપી ઝડપાયો

છોટા ઉદેપુર જિલ્લાના ઈંગ્લીશ દારૂના ગુન્હામામાં પોલીસને હાથતાળી આપી દસેક માસથી ફરાર આરોપીને મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સકંજામાં લીધો છે.

- Advertisement -
- Advertisement -

ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા અને ફરાર આરોપીઓને ઝડપી લેવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને પગલે મોરબી એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ કાર્યરત હતી તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાને બાતમી મળતા પોલીસે બાતમી ના આધારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીસનના ગુન્હામા સંડોવાયેલ અને ફરાર આરોપી મનસુખભાઇ કરશનભાઇ સોલંકી (ઉવ .૨૯) રહે.રફાળેશ્વર, તા.મોરબીવાળાને રફાળેશ્વર ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી બોડેલી પોલીસને જાણ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!