બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજે મોરબીના આંગણે પધાર્યા છે. મોરબી પાસેના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. ત્યારે આ કથામાં હાજરી આપવા ખાસ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પધાર્યા છે. જ્યાં તેઓએ અનેક મુદ્દે નિવેદન આપ્યા હતા.
મોરબીના ખોખરા હરીહર ધામ ખાતે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી તથા અન્ય સંતો અને સેવક ગણ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજે ખાસ હાજર રહ્યા હતા. ત્યારે તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, મંદિરોને સુરક્ષિત રાખવા હોય તો સરકારે તાત્કાલિક સનાતન હિન્દુ બોર્ડની રચના કરવી જોઈએ. જો વકફ બોર્ડ હોય તો સનાતન હિન્દુ બોર્ડ પણ બની શકે છે. સાથે જ એક ગૌશાળા પણ અનિવાર્ય હોવી જોઈએ.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે, હું દેશમાં દંગા નહિ ગંગા ઈચ્છું છું. હિન્દુ મુસલમાન નથી કરતો હું હિન્દુ હિન્દુ કરું છું.. મારા બાપને બાપ કહું એમાં પણ બીજાને તકલીફ પડે છે. કુંભકર્ણ પછી કોઈ સુતું છે તો એ હિન્દુ સૂતો છે. મારે નેતા નથી બનવું મારે તમારી પાસે વોટ નથી જોતા, મારો એક જ ઉદેશ્ય છે કે, આવતી પેઢીને કાશ્મીરની જેમ પ્રદેશ છોડીને ભાગવું ન પડે. બહેન દીકરીઓના ૩૦ ટુકડા ન થાય, માછલીના તેલ વાળો પ્રસાદ ભગવાનને ન ચડે તે માટે
પાલઘરની જેમ સંતો પર હવે કોઈ આંગળી ન ઉઠાવે. રામના રાષ્ટ્રમાં રામના હોવાનો કોઈ પુરાવો ન માંગે, ૧૦૦ હિન્દુ વચ્ચે દશ મુસલમાન સુરક્ષિત છે. ૧૦૦ મુસલમાન વચ્ચે એક હિન્દુ સુરક્ષિત નથી. હિન્દુઓએ હવે ક્રાંતિ કરવી પડશે અને ગાયને રાખવાનું શરૂ કરવું પડશે.