Friday, October 11, 2024
HomeGujaratમોરબીમાં જો પત્રકાર ના હોય તો ગાડી કે વાહનોમાં 'PRESS' લખતા ચેતી...

મોરબીમાં જો પત્રકાર ના હોય તો ગાડી કે વાહનોમાં ‘PRESS’ લખતા ચેતી જજો થશે કાર્યવાહી:મીડિયાના પ્રેસ કાર્ડ વહેંચતા ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો 

આવા પ્રેસ કાર્ડ લઈ બોગસ પત્રકારો સામે કાર્યવાહી થશે:પોલીસે બી ડિવિઝન પોલીસમથક નો સંપર્ક કરવા અપીલ

- Advertisement -
- Advertisement -

સમાન્ય રીતે પત્રકારો ના વાહનોમાં પ્રેસ લખેલ જોવા મળતું હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાચા અને દિવસ રાત ગ્રાઉન્ડ પર કામ કરતા પત્રકારો કરતા વાયરલ વિડિયો કે સમાચારો થી કામ ચલાવી લેતા સ્વ ઘોષિત પત્રકારો નો રાફડો ફાટ્યો છે અને આવા પત્રકારો પોતાના વાહનોમાં પ્રેસ લખાવીને રોફ પણ જમાવતા હોય છે તેમજ મોરબીમાં પ્રેસ ના આઇકારડ વહેચનાર ત્રણ વ્યક્તિઓ સામે ગુનો પણ નોંધાવવામાં આવ્યો છે અને સાથે જ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ત્રણ વ્યક્તિ જયદેવ બુદ્ધભટ્ટી,મયુરભાઈ બુદ્ધભટ્ટી અને રાધેશભાઈ બુદ્ધભટ્ટી વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને આ ત્રણે વ્યક્તિઓ દ્વારા મોરબી માં અનેક આઇકાર્દ વહેંચવામાં આવ્યા છે એવી જ રીતે એક કાર્ડ ખરીદનાર પેટ્રોલપંપ ધારક વ્યક્તિ એ કાર્ડ રીન્યુ ન કરાવતા પેટ્રોલપંપ પર જઈને ડિજિટલ પેમેન્ટ બાબતે બોલાચાલી કરી વિડિયો બનાવેલ હતો અને બાદમાં અરજી કરવામાં આવી હતી અને આ અરજી અને વીડિઓ ડિલીટ કરવા માટે અને સમાધાન કરવા માટે ઉપરોક્ત વ્યકિતઓએ ૫૦,૦૦૦ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ મળી હતી જે મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.

ત્યારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આવા લોકો અનેક વાતો કરી ને પ્રેસ કાર્ડ ના ફાયદાઓ જણાવી ને પ્રેસ કાર્ડ વહેંચતા હતા અને આવા વ્યક્તિઓનો કોઈ ભોગ બનેલા હોય અને આવા પૈસા આપીને પ્રેસ આઈકાર્ડ લીધા હોય કે રીન્યુ કરાવ્યા હોય તો તેવા લોકો મોરબી સિટી બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરે તેમ જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!