ટંકારા પોલીસે રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા ફેલાવી
ટંકારા પોલીસે ટ્રાફિક નિયમોના પાલન અંગેની જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ કર્યો છે.જેમાં પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત બાઇક જાહેરમાં મૂકી લોકોને સલામતી જાળવવાનો સંદેશો આપવામાં આવ્યો છે.
રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારામાં પોલીસ દ્વારા બે અકસ્માતગ્રસ્ત બાઇક સ્ટેજ ઉપર રાખવામાં આવ્યા છે.રાજકોટ રેન્જ આઆઇજી અશોકકુમાર યાદવ અને મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના અનુસંધાને ડીવાયએસપી એસ.એચ.સારડા ના માર્ગદર્શન હેઠળ હાલ ટંકારા પીઆઇ અને પીએસઆઈ સહિતની ટિમ દ્વારા ટ્રાફિક માસની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત જાગૃતિ લાવવાનો આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.જેમાં બે અકસ્માતગ્રસ્ત બાઈક ને સ્ટેજ પર રાખીને વાહન ચાલકોને સંદેશ આપવામાં આવ્યો હતો.આ સાથે સ્ટેજ ઉપર અકસ્માત એ કુદરતી નહિ માનવસર્જિત પરિણામ,નસીબ બચાવે કોઈક વાર સુરક્ષા બચાવે વારંવાર, વાહન ધીમે ચલાવો, આપણી જિંદગી કિંમતી છે આવા સ્લોગન પણ લગાવવામાં આવ્યા છે.