Sunday, October 6, 2024
HomeGujaratમોરબીમાં આવી રીતે જન્મદિવસની ઉજવણી કરશો તો પોલીસ છોડશે નહિ:સરદારબાગ નજીકથી એકની...

મોરબીમાં આવી રીતે જન્મદિવસની ઉજવણી કરશો તો પોલીસ છોડશે નહિ:સરદારબાગ નજીકથી એકની અટકાયત

મોરબીના સરદાર બાગ સામે ભવાની સોડાની બાજુમાં જાહેર રોડ ઉપર જન્મદિવસની ઉજવણી અન્વયે ફટાકડા ફોડી મનુષ્ય જિંદગી જોખમાય તેવા કૃત્ય કરવા બદલ સીટી એ ડિવિઝન પોલીસે એક શખ્સની સ્થળ ઉપરથી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ ગઈકાલ તા. ૬ જુલાઈના રોજ રાત્રીના મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અત્રેના સરદાર બાગ સામે ભવાની સોડા નજીક નાના ભાઇના જન્મદિવસની ઉજવણી કરવામાં માણસોની અવર જવર વચ્ચે જાહેરમાં ફટાકડા ફોડી મનુષ્યોની જીંદગી જોખમાય તેવા કૃત્ય કરવા બદલ આરોપી વિજય નીતિનભાઈ પીલોજપરા ઉવ.૨૪ રહે.વાવડી રોડ ગાયત્રીનગર શ્રધ્ધાપાર્ક શેરી નં ૩ વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!