Thursday, February 5, 2026
HomeGujaratવાંકાનેરમાં ગેરકાયદેસર ડીઝલ હેરફેરનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

વાંકાનેરમાં ગેરકાયદેસર ડીઝલ હેરફેરનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસે ૨૭૦૦ લીટર ડીઝલ, બોલેરો સહિત ૯.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર-ચોટીલા હાઇવે રોડ ઉપર મીના રીફેક્ટરીઝના લેબર ક્વાર્ટર પાસે ગેરકાયદેસર રીતે ડીઝલ સંગ્રહ અને હેરફેર થતી હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન બોલેરો પીકઅપ મારફતે લાયસન્સ વિના ડીઝલની હેરફેર અને કારખાનામાં આગ સલામતીના સાધનો વિના સંગ્રહ થતો હોવાનું બહાર આવ્યું. પોલીસે અંદાજે રૂ. ૯.૭૨ લાખનો મુદામાલ કબ્જે કરી બે આરોપીઓને અટકાયત કરી છે.

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે, વાંકાનેર-ચોટીલા હાઇવે પર આવેલ મીના રીફેક્ટરીઝ કારખાનાની પાછળના ભાગે લેબર ક્વાર્ટર પાસે ગેરકાયદેસર રીતે ડીઝલનો મોટો જથ્થો સંગ્રહ કરી તેની હેરફેર તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દરોડો કરી સ્થળ ઉપર જ્યાં બોલેરો પીકઅપ વાહન રજી. નં. જીજે-૦૩-બીડબલ્યુ-૩૦૭૮ પાસે બે ઇસમો ડીઝલ ભરવા માટે પાઇપ મારફતે અન્ય ટાંકીઓમાં શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી ટ્રાન્સફર કરતા મળી આવ્યા હતા. બોલેરો પીકઅપ વાહનમાં ખાસ રીતે બનાવેલી ટાંકી તેમજ એમ.પી.ડી. (મીટર ફ્યુઅલિંગ ડિસ્પેન્સર) મશીન લગાવવામાં આવેલ હોવાનું બહાર આવ્યું હતું, જેના માધ્યમથી ડીઝલની ગણતરીપૂર્વક હેરફેર કરવામાં આવતી હતી. આરોપીઓની પૂછપરછમાં પોતાનું નામ ભીમસિંગ કુપસિંગ રાજપૂત ઉવ.૩૧ રહે. હાલ એસ.કે. પેટ્રોલીયમ પંચાસર રોડ પાસે

ભાડાની ઓરડીમાં વાંકાનેર મૂળરહે. ભૈરૂખેડા આમનેર તા. ભીમ જી.રાજસમદ રાજસ્થાન અને ભાઈખાન ઇબ્રાહીમખાન સંધી ઉવ.૨૨ રહે.હાલ મીના. રીફેકટરીઝ વાંકાનેર હાઇવ રોડ મૂળરહે.પીપાડનગર સીંધીપુરા જી.જોધપુર રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. બંને આરોપીઓ પાસે ડીઝલ સંગ્રહ, હેરફેર કે વેચાણ માટે કોઈપણ પ્રકારનું લાયસન્સ કે આધાર પુરાવા ન હોવાનું સ્પષ્ટ થયું હતું. વધુ તપાસમાં મીના રીફેક્ટરીઝ કારખાનામાં પણ લોખંડના સ્ટેન્ડ ઉપર બે પ્લાસ્ટિક ટાંકીઓમાં ડીઝલ સંગ્રહ કરેલો મળી આવ્યો હતો, જ્યાં આગ સલામતી માટે કોઈપણ સાધનો ઉપલબ્ધ ન હતા, જે જાહેર સલામતી માટે ગંભીર જોખમરૂપ હતું. આ સાથે પોલીસે સ્થળ ઉપરથી ૨૭૦૦ લીટર ડીઝલ, બોલેરો પીકઅપ વાહન, એમ.પી.ડી. મશીન, ડીઝલ સપ્લાય પાઇપ, પ્લાસ્ટિક ટાંકીઓ, મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે રૂ.૯.૭૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે અને ડીઝલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તથા ક્યાં સપ્લાય થતું હતું તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!