સિનિયર સિટીઝન પાર્ક પાસે બિલાડીની ટોપની માફક રાતોરાત ખડકી નાખેલા સ્ટોલ નગરપાલિકાએ દ્વારા હટાવવામાં આવ્યા
શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે કોઈ અનિશ્રય બનાવ ન બને અને લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર સાબદું થયું
હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઠેરઠેર કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા છે શહેરમાં રાહદારીઓને ચાલવા માટે બનાવેલી ફૂટપાથ પર વેપારીઓ દ્વારા દબાણ કરતા રાહદારીઓ ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે દિવાળીની સીઝન આવતા ની સાથે હળવદ સિનિયર સિટીઝન પાર્ક પાસે રાતોરાત બિલાડીની ટોપની માફક સ્ટોલ નાખી દેવામાં આવ્યા હતા સાથે સાથે અન્ય જગ્યાએ પણ સ્ટોલ નાખી દેવામાં આવ્યા છે. સિનિયર સિટીઝન પાર્ક પાસે તથા પરશુરામ મંદિર ની આજુબાજુમાં નાખેલા સ્ટોલ હળવદ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા છે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરે તુષાર ઝાલોરીયા જણાવ્યું હતું કે લોકોને ટાફીકને નડતરરૂપ જ્યાં ત્યાં ગેરકાયદેસર દબાણો સ્ટોલ નાખવા નહી , નહીતો કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગેરકાયદેસર દબાણ કરતા વાહનચાલકો અને રાહદારીઓ ને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.શહેરીજનોને રોજિંદી મુશ્કેલી પડી રહી છે.તેથી તાત્કાલિક ધોરણે નગરપાલિકા તંત્ર દ્વારા સીનીયર સીટીઝન પાર્ક પાસે તેમજ અન્ય જગ્યાએથી સ્ટોલ દુર કરી જગ્યા ખુલ્લી કરાવી હતી.શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિશ્રય બનાવ ન બને અને લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર સાબદું થયું છે.