મોરબીમાં દર વર્ષે ગેર કાયદેસર ફટાકડાં નાં સ્ટોલનો સળગતો પ્રશ્ન છે જેમાં કોઈ મંજૂરી વિના જાહેરમાં મંડપ નાખીને પાંજરા પોળ નાં લાભાર્થે લખીને સ્ટોલ ઊભા કરી દેવામાં આવ્યાં છે ત્યારે મોરબીના સરદાર બાગ સામે આવેલ ખુલ્લા પાર્કિગમાં ગેર કાયદેસર અને કોઈ પણ પ્રકારની મંજૂરી કે સાવચેતી નાં સાધનો વિના સ્ટોલ ઊભા કરી દેવામાં આવ્યા છે જેને લઇને વાહન પાર્કિંગ તેમજ આજુબાજુમાં આવેલ શાળા કોલેજૉના વિદ્યાર્થીઓ સુપર માર્કેટ માં આવતા વેપારીઓને પણ મોટો પ્રશ્ન થયો છે જો કે આ લોકો તો હજુ પાર્કિંગ શોધી લેશે પરંતુ વહેલી સવારે બેસતા નાના શાકભાજી સહિતના ધંધાર્થીઓ પર પણ આં ગેરકાયદેસર ફટાકડાં નાં સ્ટોલ સંચાલકોએ કબજો કરી લીધો છે ત્યારે આવી મજૂરી વિના સ્ટોલ ઊભા કરવામાં આવી તેમાં કોની મીઠી નજર તે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે.
ઉલ્લેખનીય છે કે આ પાર્કિગમાં આગાઉ પણ ફટાકડા નાં સ્ટોલ માં આગ લાગી હતી જેના લીધે નાસભાગ મચી હતી જો કે આ સમયે સદ નસીબે કોઈ જાનહાનિ થતાં સહેજમાં અટકી હતી ત્યારે આં વર્ષે જો આવી દુર્ઘટના સર્જાય તોંતેના જવાબદાર કોણ થશે એ મોટો પ્રશ્ન છે ત્યારે આવા શાળા કોલેજ અને બજાર વચ્ચે ઉભાં થયેલ ગેર કાયદેસર ફટાકડાં નાં સ્ટોલને તત્કાલ દૂર કરવા જોઈએ અને આવા સ્ટોલ ધારકો સામે કડક હાથે કામગીરી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે.