મોરબી માળીયા હાઇવે સુખસાગર હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેસના સિલીન્ડરો ભરી ચલાવવામાં આવતા ગેસ કટીંગના કૌભાંડ ઉપર તાલુકા પોલીસે દરોડો પાડીને એક આરોપીની અટકાયત કરી છે.મોરબી તાલુકા પોલીસે ૨૬.૫૭ લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે મોરબી જીલ્લમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટિમ ગઈકાલે નાઇટ રાઉન્ડ/પ્રેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મોરબી તાલુકાના ગાળા ગામ સીમમાં મોરબી માળીયા હાઈવે રોડ ઉપર આવેલ સુખસાગર હોટેલ ગ્રાઉન્ડમાં એક ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢવાની પ્રવૃતિ કરે છે. તેવી મળેલ હકીકતનાં આધારે સ્થળ પર રેઇડ કરતા સુખસાગર હોટલના ગ્રાઉન્ડમાં એક ટેન્કર પડેલ હોય અને બાજુ માધવ મીની ઓઇલમાં ગેસ સીલીન્ડર પડેલ જે ગેસના ટેન્કરમાં પાઇપ વાટે ગેસ કટીંગ ગે.કા પ્રવિતિ ચાલુ હોય ગેસના ટેન્કર રજી.નં.NL-01-L-5485 માંથી રબ્બરની બંને બાજુ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના બે સિલીન્ડરોમાં ગે.કા.ગેસ કાઢતા ઇસમ સેતાનકુમાર સુર્જનરામ બાંગરવા મળી આવતા તેને કુલ રૂ.૨૬,૫૭,૩૫૭/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટેન્કરમાં ભરેલ આશરે 15.320 મેટ્રિક ટન લીકવીફાઇડ પ્રોપેન ગેસનો જથ્થો ગીચ વિસ્તારમાં રાખવો હિતાવહ ન હોવાથી મુળ માલીકને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીની પૂછપરછ દરમિયાન NL-01-L-5485ના ટાટા કંપનીનુ ટેન્કરનાં ચાલક અને માધવ મીની ઓઇલ મીલના કબ્જા ભોગવટાદારનું નામ ખુલતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એન.આર. મકવાણા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ તથા એ.એસ.આઇ. સબળસિંહ સોલંકી તથા ફીરોજભાઈ સુમરા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમાર તથા વનરાજભાઈ ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઈ લોખીલ તથા અરવિંદભાઇ મકવાણા તથા કેતનભાઈ અજાણા તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા અક્ષયસિંહ ઝાલા તથા વાસુદેવભાઇ સોનગ્રા તથા કેતનભાઇ અજાણા તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા તથા કુલદિપભાઈ કાનગડ તથા દેવશીભાઈ મોરી દ્વારા કરવામાં આવી છે.