Friday, May 3, 2024
HomeGujaratવાંકાનેરનાં હસનપર ગામે પ્લોટમાં ગેરકાયદેસર કબ્જો જમાવી ગાયોના ઉપયોગ માટે ઓરડી બનાવી...

વાંકાનેરનાં હસનપર ગામે પ્લોટમાં ગેરકાયદેસર કબ્જો જમાવી ગાયોના ઉપયોગ માટે ઓરડી બનાવી પ્લોટ પચાવી પાડવાનો કારસો : લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાકેશભાઇ દેવજીભાઇ બદ્રકીયા (ઉવ.૪૨ ધંધો વેપાર રહે વીસીપરા ગોડાઉન રોડ રેલ્વે સ્ટેશન ફાટકની બાજુમાં વિજયા નિવાસ વાકાનેર) એ આરોપી સતાભાઇ ધારાભાઇ મુંધવા (રહે હસનપર તા.વાકાનેર) સામે જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીની માલીકીની હસનપર ગામના સીમ રેવન્યુ સર્વે નંબર ૧૨૮/૧ પૈકી ની બીન ખેડવાણ જમીન પૈકી ચોરસ મીટર ૮૭૬-૫૬ જેના ચોરસવાર ૧૦૪૮-૩૬૮ ની ક્ષેત્રફળ વાળી જમીનમા અનઅધિકૃત રીતે જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદે કબ્જો કરી દબાણ કરી ઉપયોગ કરી ગાયો બાધી કાટાની વાડ તથા કાચુ છાપરુ બનાવી પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરતા આ જમીનમાંથી દબાણ દુર કરવા સાહેદ પરેશભાઇ દેવજીભાઇએ આરોપીને કહેતા ગાળો બોલી થાય તે કરી લેવા કહી ધમકી આપી હતી. આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડીવાયએસપી આઇ.એમ.પઠાણ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!