Wednesday, September 3, 2025
HomeGujaratમોરબી-રાજકોટ હાઈવે ઉપર બોલેરોમાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ: બે ઇસમની અટક

મોરબી-રાજકોટ હાઈવે ઉપર બોલેરોમાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ: બે ઇસમની અટક

મોરબી-રાજકોટ હાઈવે પર વાવડી ચોકડી નજીક ગૌરક્ષક ટીમે વોચ દરમિયાન સફેદ બોલેરો પીકઅપમાંથી બે બળદની ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી હતી. બળદને ટુકા દોરડાથી બાંધી ક્રૂરતાપૂર્વક લઇ જવાતા જોવા મળ્યા હતા. જેથી બોલેરો ચાલક સહિત બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે બળદ માલીક તથા જેના પાસે બળદ લઈ જવામાં આવતા એમ બન્ને આરોપીઓ સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વધુમાં પોલીસે બે બળદને પાંજરાપોળે મોકલી ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી બજરંગદળ ગૌરક્ષક અધ્યક્ષ હિતરાજસિંહ પરમાર તથા તેમની ટીમે મોરબી-રાજકોટ હાઈવે ઉપર વાવડી ચોકડી નજીક વોચ દરમિયાન એક સફેદ બોલેરો પીકઅપ રજી. નં. જીજે-૧૦-ટીએક્સ-૨૫૯૦ને અટકાવી, તલાસી લેતા બોલેરોમાં બે મોટા બળદ દયનીય હાલતમાં જોવા મળ્યા હતા. બળદોને ટુકા દોરડાથી બાંધી તથા ઘાસ-ચારા કે પાણીની વ્યવસ્થા વગર ક્રૂરતા પૂર્વક લઇ જવાતા હોવાનું સામે આવ્યું હતું. આથી બોલેરો-ચાલક વાઘજીભાઈ નાનજીભાઈ તલવાડીયા ઉવ.૩૧ રહે. ચાંચાપર ગામ તથા તેની બાજુમાં બેસેલ નાથાભાઈ જશમતભાઈ તલવાડીયા ઉવ.૪૫ રહે.ચાંચાપર ગામ વાળા પાસે પશુ હેરાફેરી માટેના કોઈ કાયદેસર દસ્તાવેજો, પાસ અથવા પરમીટ ન હોવાથી ગૌરક્ષકો દ્વારા પોલીસ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે બન્ને આરોપીઓની સઘન પૂછતાછ કરતા ઉપરોક્ત બે બદળ આરોપી રાજેશભાઇ રામાભાઈ બાવરીયા રહે. ઘીયાવડ તા.વાંકાનેર વાળાને ત્યાથી બોલેરો ગાડીમા ભરીને આરોપી મોબાઇલ ન.૯૭૩૭૩ ૦૯૪૭૦ ધારકવાળા પાસે ઉતારવા માટે જતા હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે પીકઅપ ગાડી કિં.રૂ.૪.૫૦ લાખ તથા બળદ કિં.રૂ. ૯૦૦૦ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ પશુ સરક્ષણ અધિનીયમની ક્લમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ બંને બળદને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!