હળવદ મોરબી ચોકડી પાસે ગોડાઉનમાં સરકારી સબસીડીનું યુરીયા ખાતરને કારખાનામાં પોતાના આર્થીક લાભ માટે ગેરકાયદેસર સંગ્રહ કરેલ ૧૪૩૭ થેલી અને ટ્રક મળી કુલ રૂ.૨૫,૫૨,૧૧૪/- મુદામાલ સાથે ગોડાઉન સંચાલક વિરૂદ્ધ કાયૅવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી.પી.અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર વિભાગ એસ.એચ. સારડા, નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ પી.એ.ઝાલા દ્વારા ભેળસેળ તથા ગેરકાયદેર ચાલતી પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સખત સુચના આપવામાં આવી હતી.
જેને લઇને આજરોજ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસની રાહબરી હેઠળ હળવદ પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે મોરબી ચોકડી પાસે, કચ્છ ફુટ માર્કેટ સામે અક્ષર અંગ્રીકલ્ચર એન્જીવર્કસ લખેલ ગોડાઉનમાં દરોડો પાડી ખેતીવાડી ખાતુ મોરબીના અધિકારી/ કર્મચારીઓને સાથે રાખી જરૂરી કાર્યવાહી કરતા ગોડાઉનમાંથી યુરીયા ખાતરની થેલી કુલ ૩૬૯ નંગ એક નંગની કિંમત રૂ. ૨૬૬.૫૦ મળી કુલ કિંમત રૂ,૯૮,૩૩૯/- તથા ટ્રકમાં રહેલ યુરીયા ખાતરની સફેદ થેલી ૭૦૦ એક નંગની કિંમત રૂ. ૨૬૬.૫૦ ગણી કુલ રૂ. ૧.૮૬,૫૫૦/-, ન્યુરો પોર્ટસ ખાતરની થેલી કુલ ૧૧૮ એક થેલીના કિંમત રૂ.૧૭૦૦/- ગણી કુલ કિંમત રૂ. ૨,૦૬,૦૦૦/- , કૃભકો ખાતરની પ્લાસ્ટિકની થેલી નંગ ૨૫૦ એક નંગ થેલીની કિંમત રૂ. ૨૬૬.૫૦ ગણી કુલ રૂ. ૬૬૬૨૫/-, એક ટ્રક રજીસ્ટર નં. GJ-39-T-7104 કિંમત રૂ. ૨૦,૦૦,૦૦૦/- સાથે મળી કુલ ૨૫,૫૨,૧૧૪ નો મુદામાલ પકડી ગોડાઉન સંચાલક અજય રાવલ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.
આ કામગીરી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ.અંબારીયા, એ.એસ.આઇ. અજીતસિંહ નટુભા સિસોદીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ હનાભાઇ બાવળીયા, વિપુલભાઈ સુરેશભાઇ ભવાડીયા, પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઈ ગોપાલભાઇ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહ કિરીટસિહ, મનસુખભાઇ રવજીભાઇ ચાવડા વિગેરે સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.