મોરબીમાં ગઈકાલે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબીના ધારાસભ્યો અને જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની ઉપસ્થિતિમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ હતું જેમાં રફાળેશ્વર ફાટક પાસે ટ્રાફિક જામ સર્જાય છે તેવી ફરિયાદ મળતા પોલીસે ત્વરિત કામગીરી કરી છે.
મોરબી ના રફાળેશ્વર ફાટક પાસે ટ્રાફિક જામ થાય છે તેવી રજુઆત મળતા લોકોને ટ્રાફિક સમસ્યાથી રાહત મળે તે માટે ટ્રાફિક શાખા મોરબી દ્રારા રફાળેશ્વર ફાટક પાસે બેરીકેડસ ગોઠવવાની કામગીરી કરવામાં આવી હતી.જેનાથી બન્ને બાજુથી આવતા વાહનો પોત પોતાની સાઈડમાં ચાલી શકે અને સામસામે વાહનો આવી જવાથી થતી ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને દરેક લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે અને ટ્રાફિક જામ ન સર્જાય તે માટે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે અને લોકો પણ વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમનનું પાલન કરે અને ટ્રાફિક જામ ન થાય તે માટે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા હતા.