મોરબીમાં ૧૦૮ ફૂટ ૩૩ મીટર ઊંચા રાષ્ટ્રધ્વજ નું રાજયમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયા ઉપસ્થિત રહ્યાં હતાં.
આજે મોરબી માટે અપાર ગૌરવ પામવાનો દિવસ હતો ત્યારે શનાળા રોડ પર ઉમિયા સર્કલ પર મોરબી નગરપાલિકા દ્વારા ૧૦૮ ફૂટ ઊંચો તિરંગો લેહરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ તેમજ બાળકો દ્વારા દેશભક્તિની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને જે ૧૦૮ ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજનું આજે મોરબી માળીયા ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા.