હળવદ નગર પાલિકા દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે નગર પાલિકાના રોજમદાર સફાઇ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા હોવાથી તમામ ગૃહિણીઓ અને વેપારીઓને ડોર ટુ ડોર આવતી ગાડીમાં કચરો નાખવા વીનંતી કરાઈ છે.
હળવદ નગરપાલિકા દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે હાલ હળવદ નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાળ ઉપર ગયેલ હોવાથી તમામ વિસ્તારમાં સાફ-સફાઈ નિયમિત થઈ શકે તેમ ન હોય, તેથી તમામ ગૃહણીઓ અને તમામ દુકાનદારોને વિનંતી કરવામાં આવે છે કે દરરોજનો કચરો ડોર ટુ ડોર આવતી ગાડીમાં જ નાખવો જાહેર રસ્તા કે અન્ય જગ્યાએ કચરો ન ફેકવા વિનંતી કરાઇ છે. અને નગરજનોના જ સંહયોગથી હળવદને ગંદકીથી બચાવીશું તે ધ્યાને લઈ હળવદ શહેરના તમામ શહેરીજનોને સહયોગ આપવા માટે હળવદ નગરપાલિકા દ્વારા વિનંતી કરવામાં આવી છે.