Sunday, January 19, 2025
HomeGujaratજન્માષ્ટમી અને ગણેશોત્સવ ના આગામી તહેવાર માટે મહત્વપૂર્ણ નિર્ણયો

જન્માષ્ટમી અને ગણેશોત્સવ ના આગામી તહેવાર માટે મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે

- Advertisement -
- Advertisement -

જન્માષ્ટમી તા.૩૦/૮/ર૦ર૧ સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે ૮ મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.૩૦ ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના ૧ વાગ્યાથી અમલી કરાશે
મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ર૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે
મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.P નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે

આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે

મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે
રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે ૨૦૦ લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે

રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહિ
મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહિ

મુખ્યમંત્રી એ ગણેશોત્સવનું પર્વ આગામી તા. ૯ સપ્ટેમ્બરથી તા.૧૯ સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે

તદઅનુસાર, સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે

સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે
આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે

સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ
રાજ્યના ૮ મહાનગરોમાં ગણેશોત્સવ દરમ્યાન રાત્રે ૧૧ વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તા.૯ મી સપ્ટેમ્બરથી તા.૧૯ મી સપ્ટેમ્બર દરમ્યાન આ મહાનગરોમાં રાત્રિ કરફયુનો અમલ આ મહાનગરોમાં રાત્રે ૧ર વાગ્યાથી કરાશે

ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ ૧૫ લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!