ABVP મોરબીના ત્રણ કાર્યકર્તાઓને રાજ્યસ્તરની નિમણૂક મળતા ગુજરાત છાત્ર શક્તિ દ્વારા અભિનંદન પાઠવ્યા.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ગુજરાત પ્રદેશ કારોબારી ૨૦૨૫-૨૬ માટે મોરબી શાખાના રાજદીપસિંહ જાડેજા, પૂર્વજીતસિંહ જાડેજા, અને ઊર્મિબેન જોષીને મહત્વપૂર્ણ હોદ્દા ઉપર નિમણૂક આપવામાં આવી છે.
મોરબી એબીવીપી દ્વારા આપવામાં આવેલ વિગતો અનુસાર વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિત માટે કાર્યરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)નું ૫૬ મું ગુજરાત પ્રદેશ અધિવેશન તાજેતરમાં તારીખ ૭-૮-૯ જાન્યુઆરી ૨૦૨૫ કર્ણાવતી ખાતે યોજાયું હતું. આ અધિવેશન દરમિયાન ૨૦૨૫-૨૬ની ગુજરાત પ્રદેશ કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. મોરબી શાખાના શ્રેષ્ઠ કાર્યકર્તાઓને રાજ્યસ્તરીય પદો માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ABVP મોરબી શાખાના કાર્યકર્તા એવાં રાજદીપસિંહ જાડેજાને ગુજરાત પ્રદેશ વિશ્વવિદ્યાલય સહ સંયોજક, પૂર્વજીતસિંહ જાડેજાને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય, ઊર્મિબેન જોષીને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે તમામ હોદ્દેદારોને સમગ્ર ગુજરાતની છાત્ર શક્તિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.