માળીયા મી.માં તા-૨૭/૦૭/૨૦૧૭ ના રોજ કુંતાશી રાજપર જતા રોડ પર આવેલ કોજવેમા સ્કૂલની બસનાં ચાલકે પોતાની બસ પાણીમા બેદરકારીથી ચલાવી બસ પાણીમાં વચ્ચે મૂકી નાશી જતા મોરબી કોર્ટે છ વર્ષ પછી આરોપીને ત્રણ વર્ષ કેદની સજા ફટકારી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ગત તા-૨૭/૦૭/૨૦૧૭ ના રોજ જીજે-૦૩-એ-૦૯૫૮ નંબરની નિલકંઠ વિદ્યાયલયની સ્કૂલ બસના ચાલકે પોતાની બસમાં આશરે ૩૦ છોકરાઓને બેસાડી કુંતાશી રાજપર જતા રોડ પર આવેલ કોજવેલમા પાણી વધારે હોવા છતા બેદરકારીથી પાણીમાં નાખતા બસ નમી જતા બાળકોનો જીવ જોખમેં મૂકી પોતે બસ સ્થળ પર મૂકી નાશી જતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ માળીયા મી. પોલીસે આરોપીને પકડી પાડી તેને કોર્ટમાં રજુ કર્યો હતો.
જેમાં મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે ની ધારદાર દલીલો અને ૧૨ મૌખીક પુરાવા અને ૦૬ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇને આરોપી લાખાભાઇ રામાભાઇ બોરીચા (રહે. દેવગઢ તા.માળીયા મી. જી.મોરબી)ને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષ કેદની સજા તેમજ રૂ.૧૬,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.